સુરતી યુવકે અઝાન મામલે સોનુ નિગમને આપી મારી નાંખવાની ધમકી

Posted By:
Subscribe to Oneindia News

સોશ્યલ મીડિયા પર હાલ એક સુરતી યુવકનો વીડિયો બહુ જલ્દીથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં સુરતનો આ યુવક બોલીવૂડ સિંગર સોનુ નિગમને ઇસ્લામને ટાર્ગેટ કરવા માટે અને અઝાન માટે વપરાતા લાઉડ સ્પીકર અંગે ટ્વિટ કરવા મામલે અપશબ્દો બોલવાની સાથે જાનથી મારી નાંખવાની ધમકી આપી રહ્યો છે. યુવકે વીડિયોમાં જણાવ્યું છે કે સુરતના સૈયદપુરા વિસ્તારમાં રહે છે. તેની પાસે જ સ્વામિનારાયણ મંદિર આવેલું છે જ્યાં ઘંટીઓ સવાર સાંજ વાગતી રહે છે.

sonu nigam damki

હારૂન નાગોરી નામના આ યુવકે કહ્યું કે તે એક સાચો મુસ્લિમ અને ભારતીય છે અને માટે તેને મંદિરના આ અવાજથી કોઇ વાંધો નથી પણ જે રીતે સોની નિગમ દ્વારા તેના ધર્મ અને આઝાનને ટાર્ગેટ બનાવવામાં આવ્યું છે તે પછી જો ફરી ક્યારેય પણ સોનુ નિગમ તેના ધર્મ વિષે કંઇ પણ બોલશે તો તે તેને મારી નાંખશે.વધુમાં આ યુવકે આ વીડિયોમાં તેનું સરનામુ અને ફોન નંબર આપતા સોનુ નિગમ વિરુદ્ધ ચીમકી ઉચ્ચારી છે તેનાથી થાય તે કરી લે, તે કોઇના ડરતો નથી.

સાથે જ તેણે બે રાજકીય પાર્ટી અંગે પણ ટિપ્પણી કરી છે. વીડિયોમાં યુવકે કહ્યું છે કે તે ઇસ્લામ માટે અનેક વાર મરવા તૈયાર છે. ત્યારે હિન્દી ભાષામાં સુરતના આ યુવકનો વીડિયો હાલ સોશ્યલ મીડિયા પર ભારે વાયરલ થઇ રહ્યા છે. નોંધનીય છે કે પુણેમાં પણ સોનુ નિગમ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે આ પછી સોનુ નિગમ આ અંગે કોઇ પ્રતિક્રિયા કે કાનૂની પગલાં લે છે કેમ તે જોવાનું રહ્યું.

English summary
Surat: Muslim Youth Threatened To Kill bollywood singer Sonu Nigam. Read here more.
Please Wait while comments are loading...