સુરતમાં હત્યા કરે તે પહેલા આરોપી ઝડપાયો

Subscribe to Oneindia News

સુરત એસઓજીને બાતમી મળી હતી કે અમરોલી વિસ્તારમાં એક શખ્સ હથિયાર સાથે ફરી રહ્યો છે. એસઓજીએ બાતમીના આધારે અમરોલી વિસ્તારમાં વોચ ગોઠવી હતી. એક શખ્સને હથિયાર સાથે ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી એક રિવોલ્વર સહીત 6 જીવતા કારતૂસ ઝડપાયા હતા. પોલીસે આરોપીની વધુ પૂછપરછ કરતા આરોપીએ કબુલાત કરી હતી, કે અગાઉના ઝગડામાં સામેના વ્યક્તિની હત્યા કરવા માટે રિવોલ્વર લઈને ફરી રહ્યો હતો.. આરોપી હત્યા કરે તે પહેલા પોલીસના સકંજામાં આવી ગયો હતો.

surat

​મળતી માહિતી મુજબ સુરત એસઓજી પોલીસને બાતમી મળી હતી કે અમરોલી વિસ્તારમાં કોસાડ આવાસનો એક શખ્સ રિવોલ્વર સાથે કોઈની હત્યા કરવા માટે ફરી રહ્યો છે. પોલીસે બાતમીના આધારે શખ્સને હથિયાર સાથે ઝડપી પાડી વધુ પૂછપરછ કરતા તેનું નામ મુકેશસિંઘ ગુર્જરઅને યુપીનો રહેવાસી જણાવ્યું હતું. પોલીસે તેની વધુ પૂછપરછ કરતા કબુલાત કરી હતી કે તે હત્યા કરવા માટે ફરી રહ્યો હતો. તે પહેલા પોલીસે તેને ઝડપી લીધો હતો. મુકેશસિંઘ ગુર્જરને છ મહિના પહેલા એક યુવકે માર માર્યો હતો. તે અદાવતમાં મુકેશસિંઘ થોડા દિવસ અગાઉ રાજસ્થાનથી રૂ 30 હજારમાં રિવોલ્વર હત્યા કરવા માટે મંગાવી હતી.

English summary
Surat police arrested the accused before killing the person in Amroli area.
Please Wait while comments are loading...