મેચ બાદ સુરતીઓએ રસ્તા પર કરી ઉજવણી, પોલીસનો લાઠીચાર્જ

Subscribe to Oneindia News

રવિવારે ઈંગ્લેન્ડમાં રમાયેલ ચેમ્પિયન્સ ટ્રોફીની ભારત-પાકિસ્તાનની વન ડે મેચમાં ભારતનો વિજય થતા સુરત શહેરમાં મોટી સંખ્યામાં લોકો રોડ પર ઉમટી પડયા હતા. ટીમ ઇન્ડિયાની મેચની ઉજવણીના ઉત્સાહમાં રોડ પર ભારે ભીડ જોવા મળી હતી. મોટી સંખ્યામાં લોકો રોડ પર એકઠા થઇ જતા ટ્રાફિક જામની પરિસ્થતિ સર્જાઈ હતી.

surat

પોલીસે આવીને લોકોને રસ્તા પરથી દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસની દખલઅંદાજી છતાં લોકો રસ્તા પરથી ખસવા તૈયાર નહોતા, આખરે પોલીસે હળવો લાઠીચાર્જ કરી લોકોને રોડ પરથી હટાવ્યા હતા.

surat

સુરતના ભાગળ ચાર રસ્તા પર આવીને લોકોની ભીડ જમા થઇ હતી અને ટ્રાફિક જામ થયો હતો. ભીડને ખસેડવા અહીં પોલીસે હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. પોલીસે લાઠીચાર્જ શરૂ કરતાં નાસભાગ થઇ ગઈ હતી. જીતની ઉજવણી કરતા લોકોને પોલીસે દોડાવ્યા હતા. સુરતી લાલાઓએ પોતાના વાહન મુકી ભાગવાની ફરજ પડી હતી.

surat
English summary
Surat: Police lathi charge on over-enthusiastic people celebrating India's victory.
Please Wait while comments are loading...