સુરતી વેપારીનું કર્મચારીઓને દિવાળી બોનસ, મકાન+ગાડી

Posted By:
Subscribe to Oneindia News

દિવાળી આવતા જ તમામ લોકો તેમના કર્મચારીઓને બોનસ આપીને ખુશ કરવાનો પ્રયાસ કરતા હોય છે. પણ જો તમને બોનસમાં કાર અને મકાન બન્ને મળે તો? સુરતની સૌથી જાણીતી કંપની જે દર વર્ષે તેના કર્મચારીઓને જોરદાર બોનસ આપે છે. તેણે આ વર્ષે પણ પોતાનો આ નિયમ ચાલુ રાખ્યો છે.

car


તમે અત્યાર સુધી મોબાઇલ ફોનના બોનસ કે પછી મીઠાઇના ડબ્બા વિષે સાંભળ્યું હશે. પણ સુરતમાં એક કંપની દર વર્ષે તેમના કર્મચારીઓને તેવું બોનસ આપે છે જે લઇને કોઇ પણ કર્મચારી આ કંપની છોડવાનું કદી નહીં વિચારે. ખરેખરમાં દિવાળીમાં આવું બોનસ મળે તો કોને ના ગમે. આવું દમદાર બોનસ મેળવીને દીવાળી ખરેખર સુધરી જાય છે.

surat car


સુરતની હરેક્રિષ્ના કંપની દ્વારા આ ખાસ દિવાળી બોનસ તેમના કર્મચારીઓને આપવામાં આવ્યું હતું. સુરતની કંપની હરેક્રિષ્નાના 25 વર્ષ પૂર્ણ થતા તેના માલિક સવજીભાઈએ કંપનીના તમામ કર્મચારીઓ પાસે પોતાના મકાન અને ગાડી હોય તેવી ઇચ્છાને અનુસરીને 5500થી વધુ કર્મચારીઓમાંથી સર્વશ્રેષ્ઠ કામ બદલ વર્ષે પણ બોનસ તરીકે કાર અને મકાન આપવાની જાહેરાત કરી હતી.

company


ઉલ્લેખનીય છેકે ગત વર્ષે પણ સવજીભાઈએ આવા મસમોટા બોનસ આપ્યા હતા. આ વર્ષે આ પ્રથા ચાલુ રાખી હતી. જો કે ગયા વર્ષના કર્મચારીઓનો આ બોનસમાં નહીં થાય.આ વર્ષે 1660 કર્મચારીઓને સર્વશ્રેષ્ઠ પરફોર્મન્સ માટે પસંદ કરાયા હતા. તે પૈકી 1200 કર્મચારીઓ એવા છે જેમનો પગાર રૂપિયા 10 હજાર થી લઇને 60 હજાર સુધીનો છે. તેમને આ બોનસ અપાયું છે.

car


મકાનના બોનસલ માટે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે કે જે 400 કર્મચારીઓને મકાન આપવાનો નિર્ણય કરાયો છે. તેમને મકાન માટે કોઈ ડાઉન પેમેન્ટ ચૂકવવાનું નહીં રહે. કર્મચારી પર બોજો ન પડે તે હેતુથી દર મહિને પાંચ વર્ષ સુધી, મકાનનો રૂપિયા 5000નો હપ્તો કંપની ચૂકવશે. ત્યારે ખરેખરમાં આ બોનસ મેળવીને આ કંપનીના કર્મચારીઓ ખુબ જ ખુશ છે.

English summary
surat private company gifts its employees car flats as Diwali bonus.
Please Wait while comments are loading...