નારાયણ સાંઇ મામલોઃ હનુમાનની વિસ્ફોટક કબૂલાત
ગાંધીનગર, 11 ડિસેમ્બરઃ ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.
ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો, છેલ્લા કેટલાક સમયથી લોકાયુક્તની નિમણૂંકને લઇને ગુજરાતમાં વિવાદ ચાલી રહ્યો હતો, જેને અંત આવ્યો છે. રાજ્યની રાજધાની ગાંધીનગર સ્થિત રાજભનવના બેન્કવેટ હોલમાં ગુજરાતના લોકાયુક્ત તરીકે નિવૃત જસ્ટિસ ડીપી બુચે શપથ ગ્રહણ કર્યા છે. નારાયણ સાઇ સામે નોંધાયેલા બળાત્કારના આરોપમાં મદદ કરનાર આરોપી હનુમાને પોલીસ સમક્ષ કરેલી કબૂલાતમાં પીડિતાએ એફઆઇઆરમાં દર્શાવેલી મોટાભાગની વિગતોને સમર્થન આપ્યું છે. તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો.

ડીપી બુચે લોકાયુક્ત તરીકેના શપથ લીધા
છેલ્લા કેટલાક સમયથી લોકાયુક્તની નિમણૂંકને લઇને ગુજરાતમાં વિવાદ ચાલી રહ્યો હતો, જેને અંત આવ્યો છે. રાજ્યની રાજધાની ગાંધીનગર સ્થિત રાજભનવના બેન્કવેટ હોલમાં ગુજરાતના લોકાયુક્ત તરીકે નિવૃત જસ્ટિસ ડીપી બુચે શપથ ગ્રહણ કર્યા છે. નોંધનીય છે કે, 10 વર્ષના લાંબા સમય બાદ ગુજરાતના લોકાયુક્ત તરીકે નિમણૂંક કરવામાં આવી છે, જો કે અત્રે એ વાત નોંધનીય છે કે, જ્યારે લોકાયુક્તની શપથવિધિ થઇ રહી હતી ત્યારે વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા અનઉપસ્થિત રહ્યાં હતા.

સુરતઃ પીડિતાને કુટિયામાં લઇ ગયાનું હનુમાને કબુલ્યુ
નારાયણ સાઇ સામે નોંધાયેલા બળાત્કારના આરોપમાં મદદ કરનાર આરોપી હનુમાને પોલીસ સમક્ષ કરેલી કબૂલાતમાં પીડિતાએ એફઆઇઆરમાં દર્શાવેલી મોટાભાગની વિગતોને સમર્થન આપ્યું છે. 2001માં જ્હાંગીરપુરા આશ્રમમાં જે કંઇ પણ ઘટ્યું હતુ તેની તમામ વિગતો તેણે પોલીસ સમક્ષ કબુલી છે. તેણે પોલીસ સમક્ષ કબુલ્યુ હતુ કે નારાયણના કહેવાથી તેણે પીડિતાનો સંપર્ક કર્યો હતો અને પીડિતાને આશ્રમમાં બોલાવી હતી, તેમજ તે પોતે જ પીડિતાને નારાયણ સાંઇની કુટિયામાં લઇ ગયો હતો. જો કે કુટિયામાં શું થયું તેની તેને માહિતી નહીં હોવાનું તેણે રિમાન્ડ દરમિયાન પોલીસને જણાવ્યું છે.

અમદાવાદઃ એએમટીએસની અડફેટે મહિલાનું મોત
અમદાવાદના પંચવટી પાસે એએમટીએસ બસે અક્ટિવા લઇને નીકળેલી પરિણિતાને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર વાસણાના સ્વામિનારાયણ ફ્લેટ ખાતે રહેતા તેજલબેન પટેલ તેમના પુત્રને સીજી રોડ સ્થિત નિર્માણ સ્કૂલે મુકવા થતા ફી મુદ્દે સ્કૂલ સંચાલકોને મળીને પરત ફરી રહ્યાં હતા ત્યારે એલિસબ્રિજ વિસ્તારના પંચવટી પાસે એક એએમટીએસ બસે તેમને અડફેટે લીધા હતા, બસનું પાછળનું વ્હીલ તેમના પર ફરી વળતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતઃ નારાયણ સાંઇના વધુ આઠ દિવસના રિમાન્ડ મંગાશે
બળાત્કારના આરોપનો સામનો કરી રહેલા નારાયણ સાંઇ અને તેના બોડી ગાર્ડ હુનમાનના રિમાન્ડ પૂર્ણ થતા પોલીસ દ્વારા બન્નેને કોર્ટમાં રજુ કરવામાં આવશે અને વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવશે. સાત દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસને દુષ્કર્મ કેસ, અત્યારસુધી તે ક્યાં ક્યાં રોકાયો હતો અને કોણે તેને મદદ કરી હતી તે અંગેની તપાસમાં સફળતા મળી હોવાનો દાવો પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે અને આગામી રિમાન્ડ દરમિયાન વધુ ખુલાસાઓ થઇ શકે છે, તેવી આશંકા સેવવામાં આવી રહી છે.

રાજકોટઃ પત્નીની હત્યા કરી પતિએ ટ્રેન નીચે પડતું મુક્યુ
રાજકોટ શહેરમાં એક સમયના નામચીન ખિસ્સા કાતરુ ચકુ મોહનના પુત્ર અરવિંદ ચકુ સોંલકીએ સોમવારે મધરાતે પોતાની પત્નીની છરીના ઘા ઝીંકી હત્યા કરી નાંખી હતી, પત્નીના મૃતદેહને રેલવે ટ્રેક પર મુકીને તેણે પણ ટ્રેન નીચે પડતું મુકી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગયો હતો. પ્રાથમિક તપાસમાં આર્થિક સંકળામણના કારણે આ કુખ્યાત શખ્સે આ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું. બનાવ અંગેની વિગત કંઇક એવી છે કે, મોરબી રોડ ફાટક નજીક ભગવતીપરા ફાટક પાસે એક મહિલા અને પુરુષનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થતા બી ડીવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરતા આ મૃતદેહ દિપ્તીનગરમાં રહેતા અરવિંદ ચકુ સોલંકી અને તેમના પત્ની આશા અરવિંદ સોલંકીની હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીઃ ફટાકડાના ગોડાઉનમાં લાગી આગ
મોરબીના સામાકાંઠા વિસ્તાર સ્થિત ઘૂંટુ રોડ ખાતે આવેલા એક ફટાકડાના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી, જેમાં ગોડાઉનમાં રહેલા ફટાકડાના જથ્થાના ધમાકાથી આખો વિસ્તાર ગાજી ઉઠ્યો હતો. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગને બૂઝાવવાની કવાયદ હાથ ધરી હતી, જેમાં એક ફાયર બ્રિગેડ જવાન દાઝી ગયો હતો. જેને સારવાર અર્થે હોસ્પિટલ ઘસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર આગ એટલી ભયાનક હતી કે તેને ઓલવતા ફાયર બ્રિગેડને પાંચ કલાક લાગ્યા હતા.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી












Click it and Unblock the Notifications
