શિક્ષિકાએ વિદ્યાર્થીને માર્યો, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન

Subscribe to Oneindia News

સુરતના ઉધનાની શાળામાં હોમવર્ક ન કરનારા વિદ્યાર્થીને શિક્ષિકાએ લાકડીથી માર માર્યો હતો. શિક્ષિકાએ પહેલા વિદ્યાર્થીના વાળ ખેંચ્યા હતા અને ત્યાર બાદ સોટી અને પછી અંતે લાત મારવાની ઘટના બની હતી. સુરતની લિટલ સ્ટાર સ્કૂલમાં મંગળવારે સવારે બનેલી આ ઘટના બાદ રોષે ભરાયેલા વાલીએ ઉધના પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે શિક્ષણ અધિકારીએ પણ સ્કુલના આચાર્યને શિક્ષિકા સામે પગલા લેવા નોટિસ ફટકારી હતી અને તાબડતોબ સીસીટીવી કેમેરાના ફૂટેજ મંગાવાયા હતા. ફૂટેજના નિરીક્ષણ અને બાળકને થયેલી ઇજાને જોતાં જવાબદાર શિક્ષિકા સામે બે દિવસમાં પગલાં લેવાના આદેશ સાથે આચાર્યને યોગ્ય ખુલાસો કરવાની નોટિસ આપવામાં આવી હતી.

surat

નોંધનીય છે કે, સુરતના ઉધના બીઆરસી નજીક આવેલા રામનગરમાં રહેતો 8 વર્ષીય ક્રિતેશ સોલંકી શાળામાં ધોરણ 4માં અભ્યાસ કરે છે. મંગળવારે સવારે શાળાએ ગયેલા ક્રિતેશને શિક્ષિકાએ હોમવર્ક ન કરવાને કારણે લાકડીથી માર માર્યો હતો. શિક્ષિકાએ ક્રિતેશને પીઠ પર જોરથી સોટીઓ મારી હતી, દરમિયાન સંતુલન ગુમાવી દેતાં ક્રિતેશ જમીન પર પડી ગયો હતો. જો કે, ત્યાર બાદ મંગળવારે રાતે વાલીને આ ઘટનાની તેમણેજાણ થતા ઉધના પોલીસ મથકમાં શિક્ષિકા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

English summary
Surat School teacher beaten up one student badly.
Please Wait while comments are loading...