For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતઃ ડાયમંડ યુનિટોમાં કામ કરતા રત્ન કલાકારોનું સ્ક્રીનીંગ હાથ ધરાયું

સુરતઃ ડાયમંડ યુનિટોમાં કામ કરતા રત્ન કલાકારોનું સ્ક્રીનીંગ હાથ ધરાયું

|
Google Oneindia Gujarati News

સુરતઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા અઠવાડિયા દરિયાન સુરત શહરમાં વધી રહેલ કોવીડ- 19 કેસોને ધ્યાને લઇ સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ વિવિધ ડાયમંડ યુનિટમાં કામ કરતા રત્ન કલાકારોનું હેલ્થ સ્ક્રીનિંગ હાથ ધરવામાં આવ્યું. જેમાં 21 ટીમ દ્વારા 146 ડાયમંડ યુનિટોમાં કુલ 17,105 કારીગરોને આવરી લવાયા. તેઓને પ્રોફાઇલેક્ટીક દવાઓ પૂરી પાડવામાં આવી.

coronvirus

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું કે આગામી દિવસોમાં પણ આ કામગીરી સતત હાથ ધરી ડાયમંડ યુનિટોમાં કામ કરતા તમામ રત્ન કલાકારોને આવરી લેવામાં આવશે.

આજરોજ ગુજરાતમાં કુલ 624 નવા કોવિડ 19 સંક્રમિતો નોંધાયા. જેમાં 611 દર્દી ગુજરાતના વિવિધ જિલ્લાઓના અને 13 દર્દી અન્ય રાજ્યના નોંધાયેલ છે. આજે કુલ 391 દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3 લાખ 63 હજાર 306 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

આજરોજ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ 2 લાખ 38 હજાર 131 વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે જે પૈકી 2 લાખ 34 હજાર 597 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઇનમાં છે અને 3534 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.

અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 1809 સંક્રમિતોના મોત થઇ ચૂક્યાં છે, અને 22808 દર્દી સાજા થઇ ઘરે પહોંચી ગયા છે. હાલ કુલ 6780 એક્ટિવ કેસ છે જેમાંથી 71 સંક્રમિતો વન્ટીલેટર પર છે.

રાજ્યમાં આજરોજ નોંધાયેલા કુલ કેસ

  • અમદાવાદઃ 211
  • સુરતઃ 182
  • વડોદરાઃ 44
  • વલસાડઃ 35
  • પાટણઃ 11
  • ગાંધીનગરઃ 10
  • કચ્છઃ 10
  • સુરન્દ્રનગરઃ 10
  • રાજકોટઃ 10
  • જૂનાગઢઃ 10
  • અમરેલીઃ 10
  • મહેસાણાઃ 8
  • બનાસકાંઠાઃ 7
  • ભરૂચઃ 7
  • ખેડાઃ 6
  • ભાવનગરઃ 5
  • અરવલ્લીઃ 4
  • નવસારીઃ 4
  • મોરબીઃ 7
  • ભાવનગરઃ 3
  • સાબરકાંઠાઃ 3
  • આણંદઃ 3
  • બોટાદઃ 3
  • જામનગરઃ 2
  • પંચમહાલઃ 2
  • પોરબંદરઃ 2
  • ગાંધીનગરઃ 1
  • ગીર સમનાથઃ 1
English summary
Surat: Screening of diamond workers conducted
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X