Surendranagar: ધાંગધ્રા બાયપાસ પાસે ગમખ્વાર અકસ્માત, 4 મોત, 3 ઘાયલ
Surendranagar: અમદાવાદ-કચ્છ હાઈવે પર ધ્રાંગધ્રા બાયપાસ પાસે આજે અકસ્માત સર્જાયો હતો, જેમાં ચારના મોત થયા હતા, અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા. આ અકસ્માતની વિગત મુજબ હળવદ તાલુકાના ગોલાસણ ગામના 6 યુવકો ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામે લગ્નમાં ગયા હતા.
હળવદથી ઘરે પરત ફરતા સમયે ચાલકે તેમની કારના સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. કાર ડિવાઈડર કૂદીને સામેથી આવતી આઈશર ટ્રક સાથે અથડાઈ હતી, જેના કારણે કારમાં સવાર છ પૈકી ચાર યુવાનોના મોત નિપજ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે, કારનું એન્જિન બહાર નીકળીને 20 ફૂટ દૂર ફેંકાઈ ગયું હતું.

ઘટનાને પગલે હાઇવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી, મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો, અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 કાર એમ્બ્યુલન્સ વાનમાં તાત્કાલિક સારવાર માટે ધ્રાંગધ્રા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં કાર પલટી ગઈ હતી. ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
મૃત્યુ પામેલા ચાર વ્યક્તિઓ છે : કિરણભાઈ મનુભાઈ સુરેલા (18), ઉમેશભાઈ જગદીશભાઈ ઉકેડિયા (15), કરસનભાઈ ભરતભાઈ રાતિયા (23), અને કાનજીભાઈ ભૂપતભાઈ રાતિયા (18), જ્યારે કાનજીભાઈ રાયધનભાઈ સુરેલા, અમિતભાઈ જગદીશભાઈ ઉકેડિયા અને એક અજાણ્યો વ્યક્તિ ઘાયલ છે.












Click it and Unblock the Notifications
