સુરેન્દ્રનગર-વઢવાણના જન્માષ્ટમી લોક મેળાની રાઈડ્સ બંધ રાખવાનો આદેશ, ક્યારે ફરી ચાલુ થશે?
Janmashtami Lok mela: Surendranagar-Wadhwan fair: સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા, વઢવાણ અને સુરેન્દ્રનગર શહેરમાં પણ લોક મેળાનું આયોજન મોટાપાયે થાય છે.
ભારે વરસાદના કારણે મેળામાં ભીડ નહીંવત છે, જે કારણે મેળા આયોજકો તેમજ નાના વેપારીને મોટાપાયે આર્થિક નુકસાન થયું છે.
સુરેન્દ્રનગરના મેળાના મેદાનમાં જન્માષ્ટમી લોક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે વઢવાણના રેલવે સ્ટેશન સામેના મેદાનમાં જન્માષ્ટમી લોક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં અન્ય મોટા મેળામાં ધ્રાંગધ્રાના મેળાની પણ ગણના થાય છે. ભારે વરસાદના કારણે આ તમામ મેળાઓ પર માઠી અસર થઈ છે.
ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે. સુરેન્દ્રનગર અને વઢવાણ ખાતેના મેળામાં તમામ રાઇડ્સ વરસાદના કારણે તાત્કાલિક અસરથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અત્રે નોંધનીય બાબત છે કે, ઈન્સ્પેક્શન કમિટી દ્વારા ચકાસણી કર્યા બાદ રાઇડ્સ ફરીથી શરૂ કરવામાં આવશે.
નોંધનીય છે કે, સુરેન્દ્રનગર શહેર અને સમગ્ર જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે. જે કારણે જિલ્લામાં ઘણા સ્થળો પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. શનિવારની રાતથી સમગ્ર જિલ્લામાં ભારે વરસાદ વરસી નોંધાયો છે.
ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે. સુરેન્દ્રનગર શહેરમાં આવેલા 80 ફુટ વિસ્તરમાં રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાના કારણે અનેક વાહનો ફસાયા હોવાના અહેવાલ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ નોંધાયો
— DD News Gujarati (@DDNewsGujarati) August 26, 2024
સુરેન્દ્રનગર અને વઢવાણ ખાતેના મેળામાં તમામ રાઇડ્સ વરસાદના કારણે તાત્કાલિક અસરથી બંધ કરવાનો નિર્ણય લેવાયો
ઈન્સ્પેક્શન કમિટી દ્વારા ચકાસણી કર્યા બાદ રાઇડ્સ ફરીથી શરૂ કરાશે#gujarat #rain #Surendrnagar pic.twitter.com/ngI5RuI7sy












Click it and Unblock the Notifications
