રાણપરમાં સ્વયમ્ સૈનિક દળ યોજશે ધમ્મ નગર યાત્રા, જાણો કાર્યક્રમ અને ઉદ્દેશ્ય

Swayam Sainik Dal Dhamma Nagar Yatra : સ્વયમ્ સૈનિક દળ(SSD) દ્વારા દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રાણપર ગામ મૂકામે આવેલી બૌદ્ધ ગુફાની મુલાકાત લેવામાં આવશે.

આ દરમિયાન ભાઈચારાના વતાવરણનું નિર્માણ થાય, તેમજ મહાનાયકોની વિચારધારા ઘરઘર સુધી પહોંચે તેવા ઉમદા હેતુથી ધમ્મ નગર યાત્રા, મહાસલામી અને મહાસભાનું આયોજન સ્વયમ્ સૈનિક દળ(SSD) દ્વારા કરવામાં આવશે.

Dhamma Nagar Yatra

આ કાર્યક્રમમાં તમામ ભાઈઓ-બહેનોને ભાગ લેવા માટે સ્વયમ્ સૈનિક દળ(SSD) દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા છે.

સ્વયમ્ સૈનિક દળ(SSD) દ્વારા ધમ્મ નગર યાત્રા, મહાસલામી અને મહાસભા 15મી ઓગસ્ટ, 2023ના રોજ બપોરે 3:30 કલાકે યોજાશે. આ આયોજનનું સ્થળ જીવણબાપાની મઢી, ધમ્મ નગરી રાણપર, તાલુકો ભાણવડ, જિલ્લો દેવભૂમિ દ્વારકા (ગુજરાત) છે.

સ્વયમ્ સૈનિક દળ(SSD) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આવો આપણે આપણા ભવિષ્યનું નિર્માંણ કરીએ, આવો આપણે મૂળનિવાસી મહાનાયકોના સપનાનું ભારત બનાવીએ, આવો આપણે આપણા સંતાનોને મહાનાયકોનો માર્ગ બતાવીએ.

સ્વયમ્ સૈનિક દળ(SSD) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ચાલો સૌ સાથે મળી આપણી વિરાસતની કરીએ, આપણી ધરોહરને ઓળખીએ. આ સાથે તેના કાર્યક્રમનું સુત્ર છે - હમે માનવતાવાદી રાષ્ટ્ર કા નિર્માણ કરના હૈ.

સ્વયમ્ સૈનિક દળ(SSD) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, બાબાસાહેબ દ્વારા અપનાવેલા બુદ્ધના વિચારો છે, આવા પુરાત્વ સ્થળો સમગ્ર ભારતમાં આવ્યા છે. બુદ્ધના વિચારોનો સાક્ષાતકાર કરવા અને ભારતની વિરાસતને જોવા રાણપર લોકો જઇ રહ્યા છે. આ ઇતિહાસ વિશે આસપાસના લોકોને જાણ થતા ગ્રામજનોમાં પણ ખુશીનો માહોલ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X