પ્રજાસત્તાક દિવસની પરેડમાં ધોરડો, રણોત્સવ અને ગરબાની ઝાંખી આપશે ગુજરાતનું ટેબ્લો
Republic Day 2024: ગુજરાતનો સાંસ્કૃતિક વારસો આ વર્ષે પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં કેન્દ્રસ્થાને રહેશે. નવી દિલ્હીમાં 26 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય પરેડ દરમિયાન કર્તવ્ય પથ પર ધોરડો : ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ થીમ પર આધારિત એક ટેબ્લો આગળ વધશે.
આ ઝાંખીના મુખ્ય આકર્ષણોમાં ધોરડોના ભૂંગા તરીકે ઓળખાતા ઘરો, સ્થાનિક હસ્તકલા અને લાખની કલા, રણ ઉત્સવ, ટેન્ટ સિટી અને ગરબાનો સમાવેશ થશે, જેને તાજેતરમાં યુનેસ્કો દ્વારા અમૂર્ત સાંસ્કૃતિક વારસો જાહેર કરવામાં આવ્યો છે.

આ વર્ષે પરેડમાં કુલ 26 ટેબ્લોક્સ ભાગ લેવા માટે તૈયાર છે. તેમાંથી 16 વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરશે, જ્યારે બાકીના 10 મંત્રાલયો, વિભાગો અને સંસ્થાઓના યોગદાનને પ્રદર્શિત કરશે.
ભાગ લેનારા રાજ્યોમાં અરુણાચલ પ્રદેશ, હરિયાણા, મણિપુર, મધ્ય પ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, લદ્દાખ, તમિલનાડુ, ગુજરાત, મેઘાલય, ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને તેલંગાણાનો સમાવેશ થાય છે.
26 જાન્યુઆરીએ ''ધોરડો: ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ" વિષય આધારિત ઝાંખીનું નવી દિલ્હીના કર્તવ્યપથ પર આયોજિત પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં પ્રદર્શન કરવામાં આવશે.#CultureofGujarat #GloriousGujarat #GazabGujarat pic.twitter.com/OjVlYHj0Pf
— Gujarat Information (@InfoGujarat) January 23, 2024
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
