હવે તલાટીઓને રૂ. 900 વાહન ભથ્થું મળશે : મોદી

Narendra Modi
ગાંધીનગર, 30 સપ્ટેમ્બર : પાટનગર ગાંધીનગરમાં મળેલા તલાટી સંમેલનમાં મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે હવેથી તલાટીઓને રૂ. 100ના બદલે રૂ. 900 વાહન ભથ્થા પેટે મળશે.

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે 'વિકાસના કામો પૂરા કરવાની દોડભાગમાં રાહત રહે તે માટે તલાટીઓને રાજ્ય સરકારના અધિકારીઓ જેટલું વાહન ભથ્થું મળશે. અત્યાર સુધી તેમને રૂપિયા 100 ભથ્થું મળતું હતું, હવે રૂ. 900 વાહન ભથ્થું મળશે. આ ઉપરાંત વધારાનું રૂપિયા 100નું કેશ એલાઉન્સ પણ મળશે.'

ગાંધીનગરમાં તલાટી સંમેલનમાં હાજરી આપ્યા બાદ મુખ્ય મંત્રીએ ધંધુકમાં યોજાયેલી સ્વામી વિવેકાનંદ યાત્રામાં હાજરી આપી હતી. આ યાત્રામાં મુખ્યમંત્રીએ કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકાર અને વડાપ્રધાનને તાજેતરમાં એફડીઆઇ, ડીઝાલમાં ભાવ વધારા અને એલપીજી પર સબસિડી ઘટાડવાના પગલાંની ટીકા કરી હતી.

તેમણે જણાવ્યું કે 'કોંગ્રેસના લોકો કેટલા બધા જુઠ્ઠાણાં ચલાવે છે. મારી બધી વાત તેમને પેટમાં દુ:ખે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ અમેરિકાના અર્થતંત્રને ધ્યાનમાં રાખીને પગલાં લે અને નાના દુકાનદારોના સમર્થનમાં નિર્ણયો લેતા હોય તો ભારતના વડાપ્રધાન શા માટે નાના દુકાનદારોને ધ્યાનમાં લઇને નિર્ણય લેતા નથી.?'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X