For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકાઓ દ્વારા વસૂલાતા કરમા રાહત, 12 ટકા સુધીનું વળતર આપશે!

રાજ્ય સરકારે ગુજરાતની વિવિધ નગરપાલિકાઓ દ્વારા વસૂલવામાં આવતા ટેક્ષ અને કરવેરામાં રાહત આપવાની જાહેરાત કરી છે. આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના હેઠળ સરકારે વધુ બે મહિના માટે લંબાવવાનો નિર્ણય કર્યો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

રાજ્ય સરકારે ગુજરાતની વિવિધ નગરપાલિકાઓ દ્વારા વસૂલવામાં આવતા ટેક્ષ અને કરવેરામાં રાહત આપવાની જાહેરાત કરી છે. આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના હેઠળ સરકારે વધુ બે મહિના માટે લંબાવવાનો નિર્ણય કર્યો છે. નગરપાલિકાઓ દ્વારા વિવિધ શહેરીજનોને માળખાકીય સુવિધા માટે લેવામાં આવતા વિવિધ કરમાં આ રાહતનો લાભ મળશે.

bhupendra patel

રાજ્ય સરકાર દ્વારા આ સાથે ર૦રર-ર૩ના નાણાંકીય વર્ષના વેરાની રક ૩૦ જૂન ર૦રર સુધીમાં એડવાન્સ ભરનારાઓને ૭ ટકા વળતરનો લાભ આપવામાં આવી છે. ત્યારબાદ ૧ જુલાઇથી ૩૧ જુલાઇ સુધીમાં એડવાન્સ ભરનારાને પાંચ ટકા વળતર મળશે. ૩૧ જૂલાઈ સુધીમાં મોબાઇલ એપ કે ઇ-નગરના ઓનલાઇન પોર્ટલ દ્વારા વેરા ભરનારા લોકોને વધારાનું પ ટકા વળતર પણ મળશે.

ડિઝીટલ ઇન્ડીયાના સંકલ્પને વેગ આપવા સરકારે ખાસ આ મોબાઇલ એપ કે ઇ-નગરના ઓનલાઇન પોર્ટલ મારફતે ભરનારાઓને પ ટકાના વળતરની જાહેરાત કરાઈ છે. આમ ડિઝીટલ ટ્રાન્ઝેકશન કરનારા નાગરિકોને કુલ ૧૨ ટકા વળતરનો લાભ મળશે. રાજ્ય સરકારે રાજ્યની નગરપાલિકાઓની આવકમાં વધારો થાય સાથો સાથ કરદાતાઓને પણ કરવેરાની રકમ ભરવામાં સરળતા રહે અને પ્રોત્સાહન મળે તે માટે આ 'આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના'નો અમલ વધુ બે મહિના લંબાવવાનો નિર્ણય કર્યો છે.

English summary
Tax relief levied by Municipalities by the State Government
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X