• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ટેકનોલોજી રાજકારણમાં મોટું પરિવર્તન લાવી શકે : નરેન્દ્ર મોદી

|

ગાંધીનગર, 21 માર્ચ : આજે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગૂગલ દ્વારા આયોજિત બિગ ટેન્ટ એક્ટિવેટ સમિટ 2013માં ગૂગલ હેંગઆઉટની મદદથી ટેક્નોલોજી ક્ષેત્રના લોકોને સંબોધન કર્યું હતું. નરેન્દ્ર મોદીએ પોતાના સંભાષણમાં રાજકારણમાં ટેકનોલોજીના મહત્વ વિશે વાત કરી હતી. તેમણે સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે પહેલાના સમય કરતા વર્તમાનમાં ચૂંટણી પ્રચાર તેમજ રાજકારણમાં ટેકનોલોજીના ઉપયોગમાં ઘણું પરિવર્તન આવ્યું છે. તેમણે દ્રઢપણે સ્વીકાર્યું હતું કે ટેકનોલોજી રાજકારણમાં મોટું પરિવર્તન લાવી શકે છે. આ માટે તેમણે ગુજરાતમાં ગુડ ગવર્નન્સ માટે થયેલા ટેકનોલોજીના વિવિધ ઉપયોગના ઉદાહરણો ટાંક્યા હતા.

modi

નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે "હવે લોકો પ્રશ્નો પૂછી શકે છે. લોકોને માહિતી આપે છે. ઇન્ટરનેટના કારણે લોકો શિક્ષિત અને માહિતગાર થયા છે. જેના કારણે રાજકારણીઓએ પણ વધારે તકેદારી રાખવાની જરૂર ઉભી થઇ છે. રાજકારણીઓએ એવું ના કહેવું જોઇએ કે ઇન્ટરનેટ માથાનો દુખાવો છે. મેં મારા વર્ષ 2012ના ચૂંટણી પ્રચારમાં થ્રીડી હોલોગ્રાફિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી એક સાથે 53 સ્થળોએ સભા સંબોધી હતી. આ થકી મારો સમય અને મારી શક્તિનો સદઉપયોગ કરી શકાયો. આ સાથે હું દેશના મહત્તમ લોકો સુધી પહોંચી શક્યો હતો."

તેમણે જણાવ્યું કે "અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ક્લિન્ટન ચોતરા પર ઉભા રહીને ભાષણ કરતા હતા. હવે વાયર્ડ રિપબ્લિક તૈયાર થયું છે. નેટિઝન્સને નેટ પર સંબોધી શકાય છે. આજે ટેકનોલોજી અને ગવર્નન્સ એક થયા છે. ઇન્ટરનેટ, ન્યુ કોમ્યુનિકેશન મીડિયા ગેમ ચેન્જર રહ્યા છે. ઇન્ટરનેટ પોલિસી મેકિંગમાં પણ ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે. લોકો રૂબરૂ ભાગ લઇને પોતાના વિચારો વ્યક્ત કરી પોલિસી મેકિંગમાં પોતાનો સહયોગ આપી રહ્યા છે. ગુજરાતની જ વાત કરું તો લોકોનો અવાજ સાંભળવો લોકશાહીમાં મહત્વનો છે. આ કારણે મેં સ્વાગત સેશન શરૂ કર્યું. જેમાં હું લોકોને ઓનલાઇન સાંભળી ઓનલાઇન તેમની સમસ્યાઓ હલ કરું છું. અમે પોલિસીમાં સુધારા કરી શકીએ છીએ."

"અમારા પ્રયત્નોને યુનાઇટેડ નેસન્સ દ્વારા વખાણવામાં આવ્યા છે. ટ્રાન્સપરન્સિ, એકાઉન્ટિબિલિટી અને રિસ્પોન્સિબિલિટીના માપદંડોમાં ગુજરાત પ્રથમ આવ્યું છે. બાયસેગની ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમે મોટા પ્રોજેક્ટ્સને હાથ ધરીએ છીએ."

"અમે બાયસેગના જીઆઇએસનો ઉપયોગ કરી જમીન વપરાશ અને ફાળવણીમાં, વોટરશેડ મેનેજમેન્ટમાં ઉપયોગ કરી રહ્યા છે. વોટરશેડ મેનેજમેન્ટમાં જીઆઇએસનો ઉપયોગ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. સામાન્ય રીતે પાણીના સ્તર દર 30 વર્ષે મપાવા જોઇએ. દેશમાં 100 વર્ષથી કશું જ કામ થયું નથી. ગુજરાતે જમીન માપણી શરૂકરી છે. તેમાં સંપૂર્ણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે."

"ઇગ્રામ પ્રોજેક્ટસથી રાજ્યના તમામ ગામડાં જોડાયા છે. તેનાથી અનેક જાતની ઇ-સર્વિસીસ પૂરી પાડવામાં આવી રહી છે. આ ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટ સર્વિસીસમાં પણ એસએમએસ મોકલીને લોકોને જાણકારી આપવામાં આવી રહી છે. ભારતમાં ઇવીએમનો પણ ઉપયોગ થાય છે. ગુજરાતે એક પગલું આગળ વધીને ઇ-વોટિંગનો ઉપયોગ શરૂ કર્યો છે. આ દ્વારા અમે રિએન્જિનીયરિંગ કર્યું છે."

"અમે ગવર્નમેન્ટ સિટીઝનશિપ રિલેશનને વધારે સુદ્રઢ બનાવી છે. અમે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ માટે તેનો જ ઉપયોગ કર્યો છે. અહીં સ્પેલિંગ કે ગ્રામરનો કોઇ પ્રસ્ન જ ઉભો થતો નથી. આ કારણે વિશ્વના દરેક ખૂણાના લોકો તેમાં ભાગ લઇ શક્યા. તેમણે તેમની ભાષામાં પોતાના વિચારો રજૂ કર્યો."

"હું એટલું કહેવા માંગુ છું કે ટેકનોલોજી ખરાબ પણ નથી હોતી કે સારી પણ નથી હોતી. પ્રશ્ન એ છે કે તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે. રાજકારણમાં પણ ટેકનોલોજી ખૂબ મહત્વની છે. રાજકારણમાં ટેકનોલોજી મોટું પરિવર્તન લાવી શકે છે. આપણે ડબલ્યુડબલ્યુડબલ્યુ ત્રણ અક્ષરથી કોઇ પણ માહિતી મેળવી શકીએ છીએ. વિકાસલક્ષી એજન્ડા તૈયાર કરી શકીએ છીએ."

English summary
Technology can bring big change in politics : Narendra Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more