દિવાળી પહેલા કિશાન સન્માન નિધિનો 12મોં હપ્તો જમા થશે, ગુજરાતના 51થી વધુ ખેડૂતોના ખાતામાં 1023 કરોડ જમા થશે!

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હી ખાતે 17 અને 18 ઓક્ટોબરે યોજાનારા બે દિવસીય પીએમ કિસાન સમ્માન સંમેલનમાં દેશના ખેડૂતોને કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થીઓને 12મો હપ્તો ચૂકવશે.

ગાંધીનગર, 16 ઓક્ટોબર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હી ખાતે 17 અને 18 ઓક્ટોબરે યોજાનારા બે દિવસીય પીએમ કિસાન સમ્માન સંમેલનમાં દેશના ખેડૂતોને કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થીઓને 12મો હપ્તો ચૂકવશે. આ 12મા હપ્તામાં દેશના ખેડૂતોના ખાતામાં 16 હજાર કરોડની રકમ જમા થશે, જેમાં ગુજરાતના 51 લાખથી વધુ ખેડૂતોને 1023 કરોડની રકમ જમા થશે.

Kishan Samman Nidhi

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત દેશના જરૂરિયાતમંદ ખેડૂતોને વાર્ષિક 6000 આપવામાં આવે છે, જે સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના 12મા હપ્તામાં દેશભરના ખેડૂત લાભાર્થીઓને 16 હજાર કરોડની રકમનું હસ્તાંતરણ કરવામાં આવશે. આમ, આ યોજના હેઠળ કુલ 12 હપ્તાઓમાં દેશભરના ખેડૂતોના ખાતામાં કુલ 2.16 લાખ કરોડની રકમ કેન્દ્ર સરકાર દ્વારા જમા કરવામાં આવી છે, જ્યારે ગુજરાતના ખેડૂતોના ખાતામાં અત્યાર સુધીમાં 12,565 કરોડ રૂપિયા રકમ જમા કરવામાં આવી છે.

દિલ્હી ખાતે યોજાનારા બે દિવસીય સંમેલનમાં 600 પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો શરૂ કરવામાં આવશે. આ સમૃદ્ધિ કેન્દ્રોમાં 44 કેન્દ્રો ગુજરાત ખાતે કાર્યરત કરવામાં આવશે. આ કૃષિ સમૃદ્ધિ કેન્દ્રમાં ખેડૂતોને એક જ છત નીચે કૃષિ વિષયક તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આ કેન્દ્રો ઉપર ખેડૂત સીધો લાભ લઈ શકે તે રીતે જમીન, બિયારણ અને ખાતર પરીક્ષણ માટેની સુવિધાઓ રાખવામાં આવશે. ખેડૂતોની જરૂરિયાત મુજબના નાના-મોટાં ખેત ઓજારો તથા ડ્રોન માટે કસ્ટમ હાયરીંગ સેન્ટરની સુવિધા તેમને ઉપલબ્ધ કરાવવામાં આવશે. આવા સેન્ટરો પરથી ખેડૂતને ખેતી વિષયક અદ્યતન ખેત પદ્ધતિ, નવી ટેકનોલોજી, નવા સંશોધનો અને ભલામણો બાબતે માહિતી આપવામાં આવશે. ખેડૂતોને સીધી અસર કરતી સરકારી યોજનાઓ પણ આ કેન્દ્રો પર પ્રદર્શિત કરવામાં આવશે.

આ કેન્દ્રો બજારના અગ્રણી સ્થાનો પર અથવા ગામો અથવા તાલુકાઓમાં કૃષિ મંડીઓની નજીક હશે, જેથી ખેડૂતો મુશ્કેલી વિના તેનો ઉપયોગ કરી શકે. આ ઉપરાંત, આ કેન્દ્રો પર ખાતર ખરીદી માટે PoS, QR Code/Bar Code સ્કેનરની સુવિધા, સ્ટોકની સ્થિતિ, સહાય અને કિંમત નિદર્શીત કરતું ડીસપ્લે બોર્ડ તેમજ ખેડૂતો માટે બેસવાની સુવિધાઓ પણ હશે, સાથે જ એક હેલ્પ ડેસ્ક પણ હશે. આ કેન્દ્રોમાં પ્રિન્ટર અને ઈન્ટરનેટ કનેક્શન સાથેના કોમ્પ્યુટર અને એલઈડી સ્ક્રીન, સ્માર્ટ ટી.વી.જેવા જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સગવડો રાખવામાં આવશે.

આ કિસાન સમ્માન સંમેલનમાં 1500થી વધુ કૃષિ સ્ટાર્ટઅપ્સ ભાગ લેશે. જેમાંથી 300 સ્ટાર્ટઅપ દ્વારા કૃષિ અને તેને સંલગ્ન વિવિધ વિષયો પર થયેલ નવીન કાર્યોનું પ્રદર્શન કરવામાં આવશે. આ ઉપરાંત ખેડૂતોને આ સ્ટાર્ટઅપ્સ દ્વારા વરિષ્ઠ વૈજ્ઞાનિકો, કૃષિ નિષ્ણાંતો અને નિતી નિર્માતાઓનું માર્ગદર્શન પણ મળી રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X