For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાકૃષ્ણ મિશનના સંન્યાસી સાથે કરી મુલાકાત

રામકૃષ્ણ મિશનના સંન્યાસીઓની ગાંધીનગર પહોંચેલી ગુજરાત તીર્થ યાત્રાના સહભાગી સંન્યાસીઓ સાથે મુખ્યમંત્રીશ્રીનો સીઘો સંવાદ

|
Google Oneindia Gujarati News

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રામકૃષ્ણ મિશનના સંન્યાસીઓની ગુજરાત તીર્થયાત્રાના સહભાગી સંન્યાસીએ સાથે ગાંધીનગરના અડાલજ ત્રિમંદિર ખાતે સીઘો સંવાદ કરતા જણાવ્યું હતું કે, વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે આઘ્યત્મિકતા અને ધર્મનું અનુશાસન જોડાય છે ત્યારે વિકાસના નવા પરિણામો સર્જાય છે. રામકૃષ્ણ મિશન-રાજકોટ દ્વારા દેશ અને વિદેશના ૧૨૫ સંન્યાસીઓની ગુજરાત તીર્થયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

Bhupendra patel

આ તીર્થયાત્રા ગુરૂવારે ગાંધીનગરના અડાલજ ખાતેના ત્રિમંદિર પહોંચી હતી. આ યાત્રાના સંન્યાસીઓ સાથે સંવાદ કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, પ્રઘાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના કર્મઠ નેતૃત્વમાં દેશ વિકાસની નવી ઉંચાઇ હાંસલ કરી રહ્યો છે. પ્રઘાનમંત્રીના માર્ગદર્શનમાં લોકોની સેવા કરવાનો અવસર અમને મળ્યો છે, ત્યારે રાજય સરકાર સમાજના અંતિમ વ્યક્તિ સુઘી કલ્યાણ યોજનાના સુફળ પહોંચે તે માટે અવિરત પુરૂષાર્થ કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, જયારે વ્યક્તિ પોતાના કર્તવ્યપથથી ભટકે છે ત્યારે ઘર્મ જ તેને સાચી દિશાનું દર્શન કરાવે છે.

આ અવસરે ઉપસ્થિત આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડિંડોરે સંતગણને ગુજરાતની ઘરતી પર આવકાર્યા હતા. અગ્રણી રત્નાકરજીએ પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું કે, સંતશક્તિને જોડવાથી દેશ સામેના પડકારોનો સામનો કરવાની નૂતન ઉર્જા મળે છે.

આ પ્રસંગે રામકૃષ્ણ આશ્રમ રાજકોટના નિખિલેશ્વરાનંદજીએ રામકૃષ્ણ મિશનના સંન્યાસીઓની ગુજરાત તીર્થયાત્રા સંદર્ભે માહિતી આપતાં જણાવ્યું હતું કે, યાત્રામાં ૨૦ રાજયો તેમજ બાંગ્લાદેશ તથા નેપાળથી આવેલા ૧૨૫ સંન્યાસીઓ જોડાયા છે.

સ્વામી વિવેકાનંદે ગુજરાતમાં જે સ્થળોની મુલાકાત લીઘી તે સ્થળોની આ તીર્થયાત્રા દરમિયાન સંન્યાસીઓ મુલાકાત લેશે. તેમણે ગુજરાતમાં આવેલાં વિવેકાનંદ મેમોરીયલને અદ્યતન બનાવવા અંગેની માહિતી આપી હતી. રામકૃષ્ણ મિશન અમદાવાદના સ્વામી પ્રભુસેવાનંદજીએ મહાનુભાવોને સત્કાર્યા હતા.

English summary
The Chief Minister had a direct interaction with the hermits
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X