મુખ્યમંત્રીએ અમદાવાદ ખાતે નવનિર્મિત થનારા સાંઈધામ મંદિરનું ખાતમુહૂર્ત કર્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદના થલતેજ ખાતે નવનિર્મિત થનાર શ્રી સાંઈધામ મંદિરનું ખાતમુહૂર્ત કરાયું.

મુખ્યમંત્રીએ મંદિરના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત સૌ ભક્તોને શુભકામનાઓ પાઠવી હતી અને સાથે સાથે અમદાવાદના સ્થાપના દિવસ નિમિત્તે શહેરીજનોને પણ શુભેચ્છાઓ આપી.
આ પ્રસંગે મહંત શ્રી મોહનદાસજી મહારાજ તથા રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે ગૌરવભેર જણાવ્યું કે, અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણપ્રતિષ્ઠા થઈ અને આપણે સૌએ નિહાળી તે સૌભાગ્યની વાત છે.
આજે દેશમાં એક બાજુ સંસ્કૃતિનું પુનઃસ્થાપન થઈ રહ્યું છે અને બીજી બાજુ એરપોર્ટ, એઈમ્સ નિર્માણ જેવાં ભવ્ય વિકાસકાર્યો થઈ રહ્યા છે.












Click it and Unblock the Notifications
