For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાલોલના ખાખરીયામાં ASAL કંપનીની દાદાગીરીના કારણે કામદારોની હાલત કફોડી

હાલોલના ખાખરીયા ગામમાં આવેલી ASAL કંપનીની દાદાગીરીને કારણે કામદારોની હાલત કફોડી બની છે. કોર્ટના આદેશ છત્તા પણ કંપનીએ બાકી નિકળતા પગાર સહિતની રકમ ન ચુકવાતા હવે કામદારોએ દેખાવ કરી ચુકવવા માંગ કરી હતી.

|
Google Oneindia Gujarati News

હાલોલના ખાખરીયા ગામમાં આવેલી ASAL કંપનીની દાદાગીરીને કારણે કામદારોની હાલત કફોડી બની છે. કોર્ટના આદેશ છત્તા પણ કંપનીએ બાકી નિકળતા પગાર સહિતની રકમ ન ચુકવાતા હવે કામદારોએ દેખાવ કરી ચુકવવા માંગ કરી હતી.

Recommended Video

પંચમહાલ : ખાખરીયા ગામે આવેલી ASAL કંપનીના કામદારોની આર્થિક હાલત કફોડી બની

ASAL

હાલોલના ખાખરીયામાં આવેલી ASAL કંપનીમાં કેટલાક કામદારો વર્ષોથી કામ કરતા હતા. કંપનીએ આ મજુરોને અચાનક છુટ્ટા કરી દેતા કામદારોએ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. કર્મચારીઓના જણાવ્યા અનુસાર, ૧૯૯૮થી ૨૦૦૭ સુધી ૧૮૨ જેટલા કામદારો સંળગ નોકરી કરતા હતા. કંપનીએ આ કામદારોને બોનસ, રજા, ગ્રેજ્યુટી સહીતના કોઈ પણ લાભો આપ્યા વગર ૧૧ જુન ૨૦૦૭ના રોજ છુટા કરી દેવામા આવ્યા હતા. જેને લઈને કામદારોએ લેબર કોર્ટમાં કાયમી કરવા માટે કેસ કર્યો હતો. જે કેસમાં 2015 માં કામદારોની જીત થઈ હતી. કોર્ટે કંપની પાસેથી લેવાનો થતો પગાર ચુકવવા પણ આદેશ કર્યો હતો. આદેશ બાદ કંપની હાઈકોર્ટમાં ગઈ હતી, ત્યાં પણ કામદારોની જીત થઈ હતી.

હવે, કોર્ટના આદેશ છત્તા કંપનીએ બાકી નિકળતા લાભ ન આપતા મજુરોની આર્થિક હાલત કફોડી બની છે. બીજી તરફ કંપની કોર્ટના આદેશને ઘોળીને પી ગઈ છે. મજુરોની માંગ છે કે તેઓને તેમના પગાર સહિતના લાભ જલ્દી ચુકવવામાં આવે.

English summary
The financial condition of the workers of ASAL company in Khakhariya village became dire
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X