આપના લીધે સરકારને 5 મંત્રીઓની કમિટી બનાવાની ફરજ પડી ?
રાજ્ય સરકાર દ્વારા 5 મંત્રીઓની એક સમિટી બનવામાં આવી છે. રાજ્યમાં ચાલતા વિવિધ આંદોલનોને શાંત પાડવા માટે આ કમિટી કામ કરશે. જેમા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, પંચાયત મત્રી બ્રજેશ મેરજા, ગૃહ મંત્રી હર્ષ સંઘવી, કનુ દેસાઇ, અને ઋષ
રાજ્ય સરકાર દ્વારા 5 મંત્રીઓની એક સમિટી બનવામાં આવી છે. રાજ્યમાં ચાલતા વિવિધ આંદોલનોને શાંત પાડવા માટે આ કમિટી કામ કરશે. જેમા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, પંચાયત મત્રી બ્રજેશ મેરજા, ગૃહ મંત્રી હર્ષ સંઘવી, કનુ દેસાઇ, અને ઋષિકેશ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટીના કામ રાજ્યમા ચાલતના આંદોલનોને શાંત કરવાનું તેમજ આંદોલનકારીઓની સાથે બેઠક કરીને તેમની માંગણીો જાણી તેનો નિરાકણ લાવાનો હશે. 5 મંત્રીઓની પહેલી બેઠક આજે મળી હતી.

રાજ્યમાં વર્ષના અંતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જંપલાવતા ત્રિકોણીયો જંગ થવાની શક્યતા છે. આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યના નાગરીકોની વિવિધ માંગણીઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી લક્ષી વિવિધ જાહેરાત કરવામાં આવે છે. જેને લઇને સરકાર દોડતી થઇ જાય છે. આપની જાહેરાતથી જનતાનો જુકાવ આપ તરફ થતા ભાજપની સરકારને આ કમિટી બનાવીના ફરજ પડી હોવાનું રાજકીય પંડિતોનું માનવુ છે.
રાજ્યમાં પોલીસના ગ્રેડ પેની માગણીને લઇને આપ દ્વારા જાહેરાત કરવામાં આવતા પોલીસનું તને સમર્થન મળતા સરકાર દ્વારા તાત્કાલિક પોલીસ માટે પગાલ વધારાની જાહેારાત કરવામા આવી હતી.
રાજ્યમાં હાલ પંચાયતના આરોગ્ય કર્મચારીઓ તલાટીઓ, કિસાન સંઘ,શિક્ષકો તેમજ ભરતી પરીક્ષાઓને લઇને યુવાનો સતત આંદોલન પર ઉતરી આવે છે. આ તમામ આંદોલનો ચૂંટણી વર્ષમાં સરકાર માટે માથાનો દુખાવો સાબિત થઇ શકે છે. તેનો લાભ આમ આદમી પાર્ટી લઇ શકે છે. તેવુ ના બને તે માટે સરકાર દ્વારા 5 મંત્રીઓની કમિટી બનાવીને રાજ્યમા ચાલતા આંદોલનના વિવિધ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. તેમની માંગો પર સરકાર કેવી રીતે પુરી કરી શકે તે નક્કી કરશે.
હાલ ગાંધીનગરમાં ખેડૂતો અને પંચાયતના આરોગ્ય કર્મિચારીઓ આંદોલન કરી રહ્યા છે. તેમની વિવિધ માંગણીઓને લઇને ગાંધીનગરમાં પડાવ નાખ્યો છે. આગામી દિવસોમાં આ આંદોલન જ્વલંત રૂપ લઇ શકે છે. અથવા આમ આદમી પાર્ટીનો આ આંદોલનમાં પ્રવેશ થાય તો સરકારની બાજી બગાડી શકે છે. આ તમામ પાસાઓ પર કમિટીની નજર રહેશે.












Click it and Unblock the Notifications
