For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત ગૌરવ યાત્રાનો શુભારંભ, અમિત શાહ અને રાષ્ટ્રીય અધ્યક્ષના વરદ હસ્તે તબક્કાવાર થશે

ગુજરાત ગૌરવ યાત્રાનો શુભારંભ, અમિત શાહ સાહેબ અને રાષ્ટ્રીય અધ્યક્ષના વરદ હસ્તે તબક્કાવાર થશે.

|
Google Oneindia Gujarati News

ગુજરાત ગૌરવ યાત્રાનો શુભારંભ, અમિત શાહ સાહેબ અને રાષ્ટ્રીય અધ્યક્ષના વરદ હસ્તે તબક્કાવાર થશે
સૌરાષ્ટ્રમા ગુજરાત ગૌરવ યાત્રા અંતર્ગત બે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પહેલી યાત્રા 12 ઓકટોબરના રોજ દ્વારકાથી પોરબંદર નિકળશે આ યાત્રાનું પ્રસ્થાન રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા કરાવશે.

amit shah

બીજી યાત્રા 13 ઓક્ટોબરના રોજ સંત સવૈયાનાથજીના ધામ ઝાંઝરકાથી સોમનાથ સુધી યોજાશે. આ યાત્રાનું પ્રસ્થાન દેશના ગૃહમંત્રી અમિત શાહ કરાવશે. આ અંગે ભાજપ નેતા ગોરઘનભાઇ ઝડફીયા દ્વારા માહિતી આપવામાં આવી હતી.

ગુજરાત ગૌરવ યાત્રા કુલ 144 વિધાનસભામાં પરિભ્રમણ કરશે. જે અંતર્ગત 145 જાહેર સભા યોજાશે. તેમજ કુલ 5734 કિમી પરિભ્રમણ કરશે.

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજરોજ ગુજરાત પ્રદેશ મીડિયા સેન્ટર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત ગુજરાત ગૌરવ યાત્રા અંગે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા પેજ સમિતિના પ્રણેતા અને પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના માર્ગદર્શન હેઠળ નિકળશે. આ યાત્રા અંગે યાત્રાના ઇન્ચાર્જ અને પ્રદેશના ઉપાધ્યક્ષ ગોરઘન ઝડફીયા અને પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદને સંબોધન કર્યુ હતું.

પ્રેસ કોન્ફરન્સને સંબોધતા પ્રદિપસિંહ વાઘેલાએ જણાવ્યું કે, ગુજરાતની જનતાએ ભાજપ સરકારને ગત ચૂંટણીમાં વિકાસ લક્ષી કાર્યો કરવા બદલ આશિર્વાદ આપ્યા હતા. આ તમામ ગૌરવપૂર્ણ વિકાસના કાર્યોની માહિતી ભાજપના કાર્યકરો ગૌરવ યાત્રા સ્વરૂપે જનતાને આપશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે અનેક વિધ વિકાસલક્ષી કાર્યો કર્યા છે, જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, રિવરફ્રન્ટ, 24 કલાક વીજળી, ઇન્ફાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ સહિતના વિવિધ પ્રોજેકટોનું કામ ગુજરાતમાં થયું છે.

આ યાત્રાઓ આગામી 12 ઓકટોબરથી શુભારંભ થશે. ગૌરવપૂર્ણ વિકાસના કામોની માહિતી લઇ પાંચ યાત્રાઓ અલગ-અલગ જિલ્લાઓમાં પ્રવાસ થકી જનતાના આશિર્વાદ લેશે. પ્રદેશના યશસ્વી અધ્યક્ષ સી. આર. પાટીલ સાહેબ અને રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં યોજનારી આ યાત્રામાં કેન્દ્રીયમંત્રીઓ પરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, દેવુસિંહ ચૌહાણ, દર્શનાબેન જરદોશ, ડૉ. મહેન્દ્ર મુંજપરા જોડાશે.

વાઘેલાએ વધુમાં જણાવ્યું કે, ગુજરાત ગૌરવ યાત્રા ગુજરાતના અલગ-અલગ જિલ્લઓના વિધાનસભા વિસ્તાર કવર કરશે. ગુજરાત ગૌરવ યાત્રા અંતર્ગત પ્રથમ યાત્રા 12 ઓકટોબર સવારે 11-00 કલાકે બહુચારજી માતાના મઢ થી પ્રારંભ થશે.

ગુજરાત ગૌરવ યાત્રા 9 જિલ્લાના 33 વિધાનસભા બેઠક પર 9 દિવસમાં 1730 કિમીનો પ્રવાસ કરશે. આ યાત્રાનો સમાપન કચ્છ ખાતેમાં આશાપુરાના આશિર્વાદ સાથે સંપન્ન થશે. ગુજરાત ગૌરવ યાત્રા અંતર્ગત બીજી યાત્રા દક્ષિણ ગુજરાતના ઉનાઇ ખાતેથી પ્રસ્થાન થશે. 13 ઓકટોબર આ યાત્રા ઉનાઇ માતાના મંદિરેથી બપોરે 02 કલાકે પ્રસ્થાન થશે. આ ઉપરાંત ઉનાઇથી 13 જિલ્લામા 35 વિધાનસભામાં આશરે 990 કિ.મી પરિભ્રમણ કરશે. આ યાત્રાનું 53 જગ્યાએ સ્વાગત કરવામાં આવશે અને 09 દિવસ આ યાત્રા ફાગવેલ ભાથીજી મહારાજના આશિર્વાદ લઇ સંપન્ન થશે.

વાઘેલાએ વધુમાં જણાવ્યું કે, ત્રીજી યાત્રા ઉનાઇથી શરૂઆત થઇ ભગવાન બિરસામુંડા આદિવાસી ગૌરવ યાત્રા સ્વરૂપે 14 જિલ્લામાં 31 વિધાનસભામાં આશરે 1068 કિમી પ્રવાસ કરી 28 સભા સાથે માં અંબાના આશિર્વાદ સાથે અંબાજી ખાતે સમાપન થશે. આ બંન્ને યાત્રા પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને દેશના ગૃહ તેમજ સહકારીતા મંત્રી અમિત શાહ સાહેબના નેતૃત્વમાં પ્રસ્થાન થશે.

આ કાર્યક્રમમાં યાત્રાના ઇન્ચાર્જ અને પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનએ સૌરાષ્ટ્રની યાત્રા અંગે માહિતી આપતા જણાવ્યું કે, સૌરાષ્ટ્રમા ગુજરાત ગૌરવ યાત્રા અંતર્ગત બે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પહેલી યાત્રા 12 તારીખે દ્વારકાથી પોરબંદર નિકળશે આ યાત્રાનું પ્રસ્થાન રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાજી કરવાશે.

આ યાત્રા 21 વિધાનસભા વિસ્તારમાં પરિભ્રમણ કરશે અને 22 જેટલી જાહેરસભાનું આયોજન અને 70 સ્થળો પર સ્વાગત કરવામાં આવશે. તેમજ સાત દિવસમાં કુલ 876 કિલોમીટર પ્રવાસ કરશે. જ્યારે બીજી યાત્રા 13 ઓક્ટોબર સંત સવૈયાનાથજીના ધામ ઝાંઝરકાથી સોમનાથ સુધી યોજાશે.

આ યાત્રાનું પ્રસ્થાન દેશના ગૃહમંત્રી અમિત શાહ કરાવશે. આ યાત્રા 09 જિલ્લામાં 24 વિધાનસભામાં પ્રવાસ કરશે. આ સાથે 86 જગ્યાએ સ્વાગત કરવામાં આવશે. તેમજ કુલ 1070 કિમીનો પ્રવાસ 08 દિવસમાં આ યાત્રા કરશે.

આમ ગુજરાત ગૌરવ યાત્રા કુલ 144 વિધાનસભામાં પરિભ્રમણ કરશે, 145 જેટલી જાહેર સભા યોજાશે. તેમજ કુલ 5734 કિમી પરિભ્રમણ કરશે. આ સમગ્ર યાત્રામાં ગુજરાતના ભાજપના આગેવાનો, રાજયના મંત્રીઓ તેમજ કેન્દ્રના મંત્રીઓ ઉપસ્થિત રહેશે.

આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશના પ્રવક્તા યમલ વ્યાસ, પ્રદેશના સહ પ્રવકતાઓ કિશોર મકવાણા, ડૉ. રૂત્વીજ પટેલ, પ્રદેશ મીડિયાના સહ કન્વીનર ઝુબિન આસરા ઉપસ્થિત રહ્યા હતા.

English summary
The inauguration of Gujarat Gaurav Yatra will be done in phases by the hands of Amit Shah Sahib and the National President
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X