Narmada News: સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 119.34 મીટરે પહોંચી, સારા વરસાદથી પાણીની આવક
Narmada News: ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું જોર જોવા મળ્યો. ધોધમાર વરસાદથી નદીઓ અને ડેમોમાં પાણીની આવક વધી. ઉપરવાસમાં ભારે વરસાદ થતા નર્મદા જિલ્લાના સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક વધી. હાલમાં નર્મદા ડેમની જળ સપાટી 119.34 મીટર ઉપર પહોંચી છે.

સરદાર સરોવર ડેમમાં પાણીની આવક એવરેજ 43,540 ક્યુસેક જોવા મળી. જો કે સરદાર સરોવર સંપૂર્ણ ભરવાથી હજુ 20 મીટર દૂર છે. સરદાર સરોવરમાં કુલ પાણીનું સ્ટોરેજ 4,396 MCM છે. ઉપરવાસમાં સતત અનરાધાર વરસાદના કારણે અત્યારે ડેમમાં પાણીની આવક વધતા મુખ્ય કેનાલમાંથી 14,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. જેના કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં છોડાતા કેનાલના પાણીનો અનેક વિસ્તારોને લાભ મળશે. ખાસ કરીને ખેડૂતો સિંચાઈ માટે પાણીનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરી શકશે.
ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં સરેરાશ 40ધી વધુ વરસાદ નોંધાઈ ગયો છે. ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમ પર પાણીની આવક વધતા વીજ ઉત્પાદનમાં પણ લાભ થયો છે. પાણીની આવકથી 5 વીજમથક ધમધમતા થયા. નર્મદા ડેમના વીજ મથકો ચલાવવામાં આવી રહ્યા છે. વરસાદના કારણે ડેમમાં પાણીની આવક થતા CHPH 1 અને RBPH ના 4 પાવર હાઉસ ચાલુ કરાયા. વીજ મથકો સતત ચાલુ રહેતા ખેતીમાં સારું ઉત્પાદન થશે. ચોમાસાની સિઝનની સારી શરૂઆત થઈ છે. અને હજુ આગામી દિવસોમાં પણ રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.












Click it and Unblock the Notifications
