નારગોલ પોર્ટ પ્રોજેક્ટથી રોજગારીનું નિર્માણ થશે, મુખ્યમંત્રી વિજય રૂપાણી
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારના રોજ વલસાડ જિલ્લામાં ‘વન મહોત્સવ'ના ઉદ્ઘાટન પ્રસંગે નારગોલ બંદર વિકસાવવાની ગુજરાત સરકારની યોજના વિશે વાત કરી હતી.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારના રોજ વલસાડ જિલ્લામાં 'વન મહોત્સવ'ના ઉદ્ઘાટન પ્રસંગે નારગોલ બંદર વિકસાવવાની ગુજરાત સરકારની યોજના વિશે વાત કરી હતી.
મુખ્યપ્રધાન રૂપાણીએ જણાવ્યું કે, જીલ્લામાં એક મેગા પોર્ટ વિકસાવવામાં આવશે અને આ સમગ્ર વિસ્તાર સારી રીતે વિકસિત થશે અને રોજગારીનું સર્જન થશે. સરકાર આ નારગોલ પોર્ટ પ્રોજેક્ટ સાથે આગળ વધી છે. જો કોઈને કોઈ સમસ્યા હોય અને જો તે વ્યાજબી હોય તો અમારા દરવાજા ખુલ્લા છે. સરકાર ખોટી વાતોના કોઈપણ દબાણ હેઠળ આવશે નહીં. અમે વિકાસને મહત્વ આપીશું.

ઉલ્લેખનીય છે કે, નારગોલ ગ્રામ પંચાયત દ્વારા જુલાઈમાં બંદર પ્રોજેક્ટનો વિરોધ કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
વલસાડમાં વિજય રૂપાણીએ શહેરી જંગલ "મારુતિ નંદન વન"નું ઉદ્ઘાટન કર્યું હતું, જ્યાં રાજ્ય સરકાર ગ્રીનફિલ્ડ બંદર બનાવવાની યોજના બનાવી રહી છે, જ્યાં નારગોલ બીચ પાસે કલગામમાં ચાર હેક્ટરમાં 91,000 રોપાઓ વાવવામાં આવ્યા છે. આ પ્રસંગે વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે અમે રાજકોટમાં રામ વન બનાવ્યું હતું. અયોધ્યામાં રામ મંદિર બનાવવાનું કામ શરૂ થયું તે દિવસે રામ વનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સંબોધન કરતા વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, જ્યારે પ્રદૂષણ મુક્ત વ્યવસ્થા હોય ત્યારે જ ગુજરાતમાં વિકાસ શક્ય છે.
વિજય રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, વિકાસની સાથે, ગુજરાત તેના પર્યાવરણની ચિંતા પણ કરે છે. ગુજરાત સરકાર પાણી માટે પણ એટલી ચિંતિત છે. પ્રદૂષણ મુક્ત વ્યવસ્થા અસ્તિત્વમાં હોય ત્યારે જ ટકાઉ વિકાસ શક્ય છે. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ હેઠળ જંગલ વિસ્તારોની બહાર વૃક્ષોનું આવરણ વધારવાના હેતુથી રાજ્ય સરકારે 50 કરોડ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. વર્ષ 2003માં માત્ર 25 કરોડ વૃક્ષો હતા, જે બાદ વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ શરૂ કરીને 35 કરોડ વૃક્ષો કરી દીધા છે. જે 15 ટકા વૃદ્ધિ છે.
રાજ્યના વન મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે વર્ષ 2003માં રાજ્યમાં આવા 20 શહેરી જંગલો બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2003માં વન મહોત્સવની ઉજવણી શરૂ કરવામાં આવી હતી,












Click it and Unblock the Notifications
