For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

A story of real friendship - જરૂરિયાત સમયે પડખે ઉભો રહે તે જ સાચા મિત્રો

લિવૂડ બ્લોકબસ્ટર 'થ્રી ઇડિયટ્સ' ગીત 'જાને નહીં દેંગે તુઝે ...' દ્વારા અમર બનેલી રીલ મિત્રતા કોરોના મહામારીમાં વાસ્તવિક જીવનમાં જોવા મળી રહી છે.

|
Google Oneindia Gujarati News

Happy friendship day : બોલિવૂડ બ્લોકબસ્ટર 'થ્રી ઇડિયટ્સ' ગીત 'જાને નહીં દેંગે તુઝે ...' દ્વારા અમર બનેલી રીલ મિત્રતા કોરોના મહામારીમાં વાસ્તવિક જીવનમાં જોવા મળી રહી છે. સુરત અને અમદાવાદના બે મિત્રોએ બે ડોકટરને બચાવવા માટે આકાશપાતાળ એક કરીને તેમને મોતના મુખમાંથી બચાવી લાવ્યા હતા.

સુરત સ્થિત એનેસ્થેસિયોલોજિસ્ટ ડૉક્ટર સંકેત મહેતા હોસ્પિટલમાં દાખલ થયાના 96 દિવસ બાદ સ્વસ્થ થયા છે. એક સમય એવો હતો કે, જ્યારે ડૉ. મહેતા પોતાની જાતે શ્વાસ લેવા પણ અસક્ષમ હતા, તેમને શ્વાસ લેવા માટે લાઇફ સપોર્ટ મશીન મારફતે શ્વાસ લેતા હતા. તેમને પોતે સ્વસ્થ થવા અંગેની આશા છોડી દીધી હતી.

ડૉ. મહેતાના મિત્રો ડૉ. જયેશ ઠાકરાલ, ડૉ સંદિપ પટેલ અને ડૉ હિરેન શાહે નક્કી કર્યું હતું કે જો ડૉ. મહેતાના બચવાનો માત્ર 1 ટકા ચાન્સ હશે તો પણ તેઓ પોતાના 100 ટકા સાથે એડીચોટીનું જોર લગાવીને પણ તેમને બચાવી લેશે. તેમને ડૉ. મહેતાની સારવાર માટે મિત્રોએ સંબંધીઓ સાથે મળીને ક્રાઉડફંડિંગ મારફતે રૂપિયા 80 લાખ અને ડૉક્ટર બિરાદરો પાસેથી 8 લાખ રૂપિયા એકત્ર કર્યા હતા.

 A story of real friendship

હું આજે જીવતો છું, એ મારા મિત્રોને કારણે છે. જેમને હાર સ્વીકારવાનો ઇન્કાર કરીને મને મોતના મુખમાંથી પરત લઇ આવ્યા છે. એક સારા ડોક્ટર તરીકે ડૉ. મહેતાએ ઘણા લોકોના દિલ જીતી લીધા હતા જ્યારે તેમણે કોરોના વોર્ડના આઈસીયુમાં બીજા દર્દીને ઇન્ટ્યુબેટ કરવા માટે કોરોના દર્દી તરીકે ડૉક્ટરે પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દીધો હતો, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો જ વાયરલ થયો હતો.

ડૉ. મહેતાના મિત્ર ડૉ. ઠાકરાલ આ વિશે જણાવે છે કે, તેમના પરિવાર માટે એક મુશ્કેલીભર્યો સમય હતો, પરંતુ અમે તેમને ખાતરી આપી કે, અમે તેમના સારા સ્વસ્થ્ય માટે છેક સુધી લડશું અને બને એટલા જોખમ પણ ખેડીશું. હવે તેમને અમારી જવાબદારી છે.

અમદાવાદમાં ડૉ. પટેલનું મૃત્યુ થયું હતું, પરંતુ તેમના મિત્રોના જણાવ્યા મુજબ તેમને બચાવવા માટે દરેક પ્રયત્નો કર્યા એ વાતનો સંતોષ છે. ડૉ. પટેલ (43) અને તેમનો આખો પરિવાર કોરોનાની બીજી લહેર દરમિયા મે મહિનામાં કોરોના પોઝિટિવ હતો. તેમણે તેમના પિતાને ગુમાવ્યા અને બાદમાં પોતે પણ ગંભીર રીતે કોરોના સંક્રમણમાં સપડાઇ ગયા હતા, તેમના ફેફસાં સંપૂર્ણપણે બિન-કાર્યરત બનતા તેમની હાલત ગંભીર થઇ ગઇ હતી.

 A story of real friendship

તુષારભાઈ તેમની 10 વર્ષની બાળકી, પત્ની અને પિતા સાથે કોરોના પોઝિટિવ આવ્યા પણ અન્યની સરખામણીએ તેમના પિતાનું સ્વાસ્થ્ય વધુ કથળ્યું હતું. એકાએક તેમનું ઓક્સિજન લેવલ ઘટી ગયું અને તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. પોતાના પિતાની આ સ્થિતિને કારણે ડૉ. તુષાર પટેલ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન ન રાખી શક્યા હતા. અંતે તેમની સ્થિતિ એટલી હદે કથળી ગઇ હતી કે તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પટેલે મે મહિનાના અંતમાં એર એમ્બ્યુલન્સની આગળ ચેન્નાઈ જઇને હોસ્પિટલમાં રૂમની વ્યવસ્થા કરી હતી, પણ ડો.પટેલના પરિવારને ઘરે પાછા આવવા માટે તમામ લોજિસ્ટિક્સ અને સપોર્ટની ખાતરી કરી હતી. જૂનના મધ્યમાં તેમના કમનસીબ નિધન પછી, પટેલને તેમનું ક્લિનિક આનંદનગર રોડ પર ભાડે લીધું જેથી તેમના પરિવારનું ધ્યાન રાખવામાં આવે. પટેલે કહ્યું કે, "ડો.પટેલે ક્યારેય તેમના કોઈ પણ મિત્ર કે દર્દીને ના કહી નથી." મિત્રોએ ડૉ. પટેલની સારવાર માટે લગભગ 1 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા.

પોતાના મિત્રને આ સ્થિતિમાં જોઈ ડૉ. વિસ્મિત જોશીપુરા અને તેમની સાથેના બીજા 4 મિત્રો કે જે આજે વિવિધ વિભાગોમાં કાર્યરત છે. તેમને મિત્રની મદદે આવ્યા હતા. મિત્રની સારવાર માટે મોટા પાયે પૈસાની જરૂર પડતા તેમણે બેચમેટ્સ સાથે સંપર્ક કરી ફંડ ભેગા કરવાનું શરૂ કર્યું હતું. બેચમેટ્સની સાથોસાથ ડૉ. તુષાર પટેલના એસોસિએશનના સાથીમિત્રો, સિનિયર્સ અને, જુનિયર્સ પણ મદદે આવ્યા હતા. આવા પ્રયાસોથી જ્યારે ડૉ. તુષાર પટેલની તબીયત વધુ ગંભીર થઇ તો તેમને એરલીફ્ટ કરી ચેન્નાઈની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

 A story of real friendship

એક મેડિકલ સ્ટોરના માલિક શૈલેષ પટેલે અને 15 વર્ષથી ડૉ. પટેલના મિત્રએ જણાવ્યું હતું કે, ડૉ. પ્રણવ જોશી અને ડૉ. વિસ્મિત જોશીપુરા જેવા તેમના તમામ બેચમેટ્સ ડૉ. પટેલને ટેકો આપવા માટે ભેગા થયા હતા. અમે ઈમરજન્સી બેડ મેળવવાથી લઈને ભંડોળ એકત્ર કરવા સુધીના તમામ પ્રયત્નો કર્યા હતા.

ડૉક્ટર વિસ્મિત જોશીપુરા આ વિશે જણાવે છે કે, અમે વર્ષ 1994ની બેચમાં બીજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ રહી ચૂક્યા છીએ. વિદ્યાર્થીકાળમાં બધા એક જ થાળીમાં જમતા હતા. હોસ્ટેલ લાઇફનો સમય ખૂબ જ યાદગાર રહ્યો છે. અભ્યાસ બાદ બધા મિત્રો છૂટા પડ્યા હતા, જે બાદ કોઈ અમેરિકા ગયું તો કોઈ અલગ જિલ્લાઓમાં અને રાજ્યોમાં ગયા હતા. અમે ક્યારેય કોઈને ગુડ મોર્નિંગના મેસેજીસ નથી કરતા, તેમ છતા અમારી મિત્રતા હજૂ અકબંધ છે. જ્યારે ફંડ એકઠુ કરવાની વાત આવી, ત્યારે તમામ મિત્રો દૂર હોવા છતાં ફંડમાં બનતી મદદ કરી હતી.

- Real Friends are Forever...

English summary
Immortalized by the Bollywood blockbuster 'Three Idiots' song 'Jane Nahin Denge Tujhe ...', Reel's friendship is being seen in real life in corona epidemic. Two friends from Surat and Ahmedabad rallied to save the two doctors from the brink of death. Surat-based anesthesiologist Dr Sanket Mehta has recovered 96 days after being admitted to the hospital. There was a time when Dr. Mehta was also unable to breathe on his own, allowing him to breathe through a life support machine.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X