For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનામાં મૃત્યુ પામેલા વાલીઓના બાળકોને રાજ્ય સરકાર 2 હજારની સહાય કરશે

દેશમાં કોરોનાના કહેર વચ્ચે ગુજરાતમાં પણ અનેક બાળકો નિરાધાર થયા છે. આવા બાળકોના ભવિષ્યને લઈને અનેક સવાલો ઉભા થયા હતા ત્યારે હવે સરકારે આવા બાળકોના ભવિષ્યને લઈને આ મહત્વનું પગલુ ભર્યુ છે.

|
Google Oneindia Gujarati News

કરી હતી કે જે બાળકોએ માતા અને પિતા બન્નેેને કોરોનામાં ગુમાવ્યા હોય તેવા બાળકોને રાજ્ય સરકાર માસિક 2 હજારની આર્થિક સહાય કરશે. પરંતુ હવે રાજ્ય સરકારે આ સહાયમાં એવા બાળકોને સામેલ કર્યા છે કે જેના માતા-પિતા બન્નેમાંથી કોઈ એકનું પણ કોરોનામાં અવસાન થયુ હોય.

vijay rupani

દેશમાં કોરોનાના કહેર વચ્ચે ગુજરાતમાં પણ અનેક બાળકો નિરાધાર થયા છે. આવા બાળકોના ભવિષ્યને લઈને અનેક સવાલો ઉભા થયા હતા ત્યારે હવે સરકારે આવા બાળકોના ભવિષ્યને લઈને આ મહત્વનું પગલુ ભર્યુ છે. જે બાળકોના માતા અથવા પિતા કોરોનામાં મૃત્યુ પામ્યા હોય એવા બાળકોને રાજ્ય સરકાર દ્વારા દર મહિને 2 હજાર રૂપિયાની આર્થિક સહાય ચુકવવામાં આવશે. આ યોજનાને મુખ્યમંત્રી બાળ સેવા યોજના નામ આપવામાં આવ્યુ છે.

મુખ્યમંત્રી બાળ સેવા યોજના માટે રાજ્ય સરકાર દ્વારા આવા બાળકોની યાદી બનાવી ખાતા ખોલાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આવા બાળકોને સીધા બેંક ખાતામાં રાજ્ય સરકાર રૂપિયા જમા કરાવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા 2 ઓગસ્ટના રોજ સંવેદના દિવસની ઉજવણી અંતર્ગત આ યોજનાને લોન્ચ કરવામાં આવશે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા માતા કે પિતા ગુમાવનાર બાળકોની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનિય છે કે પહેલા રાજ્ય સરકારે એવા બાળકોનો જ સમાવેશ કર્યો હતો, જેના માતા-પિતા બન્નેના મોત કોરોનામાં થયા હોય.

English summary
The state government will provide Rs 2,000 assistance to the children of parents who died in Corona
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X