Gujarati News: CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય સ્વાગત કાર્યક્રમ આવતીકાલે યોજાશે
Gujarati News: CM ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ આવતીકાલે યોજાશે

Gujarati News: CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિનાના ચોથા ગુરુવારે યોજવામાં આવતો રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ ગુરૂવાર તા. 24 જુલાઈ, 2025ના રોજ યોજાશે. PM નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ 2003થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે.
આ ઉપક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જુલાઈ-2025નો રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. 24 જુલાઈએ યોજાશે. નાગરિકો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો ગુરૂવાર, તા. 24 જુલાઈના રોજ સવારે 08:00 થી 11:00 દરમિયાન CMના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે.
CMની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક યોજાશે
CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક યોજાશે જેમા ગંભીરા બ્રિજ દુર્ઘટના તપાસ અંગે બેઠકમાં ચર્ચા કરાશે, બ્રિજ સરવે બાદની સ્થિતિ પર સમીક્ષા કરાશે અને ખરાબ રોડ-રસ્તાના સમારકામ અંગે સમીક્ષા કરાશે, ખરીફ પાક વાવેતર અને ખાતરની અછત અંગે સમીક્ષા કરવામાં આવશે અને રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે કરાશે ચર્ચા, જળાશયો અને પાણી સ્થિતિ અંગે ચર્ચા કરાશે.












Click it and Unblock the Notifications
