ઇકો ઝોન બાબતે જન અધિકાર મંચના તાલાલા બંધને પ્રચંડ પ્રતિસાદ

Subscribe to Oneindia News

ઇકો ઝોન કાળો કાયદો ધારી, વિસાવદર, કોડીનાર, ઉના જેવા વિસ્તારોમાં 100 થી 500 મીટર સુધી જ લાગવવામાં આવ્યો છે. જ્યારે તાલાલા તાલુકામાં આ કાયદો 10 થી 12 કિલોમીટર સુધી લગાવવામાં આવ્યો છે, જેના કારણે તલાલા કામ તાલુકાના 30થી વધુ ગામડાઓ તેમજ સમગ્ર તલાલા શહેર વનવિભાગનું ગુલામ બની જશે. તલાલા તાલુકાની મિલકતોના ભાવે ઘટી જશે, આથી તાલાલા તાલુકાના લોકોને આ કાળા કાયદામાંથી બચાવવા માટે જન અધિકાર મંચના પ્રદેશ પ્રવીણ રામ મેદાન પડ્યા છે. તેમણે આગાઉ પણ ફિક્સ પગાર, બેરોજગારી, સ્વાસ્થ્ય જેવા મુદ્દાઓ પર લડત ચલાવી અનેક સફળતાઓ અપાવી છે.

eccozone

આ કાળા કાયદાના વિરુદ્ધમાં જન અધિકાર મંચ દ્વારા 10મી તારીખના રોજ તાલાલા ગામ બંધની ઘોષણા કરવામાં આવી હતી, જેને પગલે સમગ્ર તાલાલા આખો દિવસ સંપૂર્ણ બંધ રહ્યું હતું. માર્કેટિંગ યાર્ડ પણ બંધ રહ્યું હતું અને વેપારી વર્ગ દ્વારા મામલતદારને આવેદન પણ અપાયું હતું. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જન અધિકાર મંચને લેખિતમાં સમર્થન અપવામાં આવ્યું હતું. આમ 20 ગામના સરપંચો બાદ વેપારીઓ દ્વારા પણ પ્રાવીણ રામને સમર્થન અપાતા આ લડત વધારે ઉગ્ર બની રહી છે.

eccozone

જન અધિકાર મંચ દ્વારા 12મી તારીખના રોજ સાસણ બંધ એલાન તેમજ 15 તારીખના રોજ બપોરે 3.30 કલાકે મામલતદાર કચેરીથી ગીરીનામાં ચોક સુધી "વિશાળ જન વેદના રેલી" તેમજ ત્યાર બાદ ધરણાની જાહેરાત કરવામાં આવી છે. આ રેલીમાં 25000 થી વધુ લોકો જોડાશે એવું પ્રવીણ રામ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

English summary
The Talala block was announced by the Jan Dhan Manch to save the people of Talala from the effect of black law.
Please Wait while comments are loading...