રાણાવાવ ધારાસભ્ય કાંધલ જાડેજા જ કિંગ, કુતિયાણામાં સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે ટાઈ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયુ છે. મોટાભાગની બેઠકો પર ભાજપનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે, ત્યારે પોરબંદરની બે નગરપાલિકા પર સૌની નજર હતી તેવી રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને ફટકો પડ્યો છે.
રાણાવાવમાં સમાજવાદી પાર્ટીનું સાશન આવ્યું છે. રાણાવાવમાં સમાજવાદી પાર્ટીને 20 બેઠક મળી છે. રાણાવાવના પ્રતિષ્ઠાભર્યા જંગમાં કાંધલ જાડેજાનું પ્રભુત્વ યથાવત રહ્યું છે.
પરિણામો અનુસાર, કુતિયાણામાં 30 વર્ષ બાદ ઐતિહાસિક પરિવર્તન જોવા મળઈ રહ્યું છે.
નગરપાલિકાની ચૂંટણી 16 ફેબ્રૂઆરી, 2025ને રવિવારના રોજ યોજાઈ હતી. પોરબંદર જિલ્લાની કુતિયાણા અને રાણાવાવ નગરપાલિકામાં ભાજપના ઉમેદવાર અને સમાજવાદી પાર્ટીના ઉમેદવાર વચ્ચે જોરદારની ટક્કર થઈ હતી.

બંને પક્ષના ઉમેદવારો પોતાના પક્ષમાં વધુને વધુ વોટ પડે તેવી કામગીરી કરી રહ્યા હતા, ત્યારે આજે એટલે કે, મંગળવારને 18 ફેબ્રૂઆરી, 2025ના દિવસે પરિણામ જાહેર થયુ. આજે થઇ રહેલી મતગણતરીમાં કુતિયાણામાં ટાઇ પડી છે.
રાજ્યમાં 68 નગરપાલિકાઓમાંથી 25થી વધુ નગરપાલિકાઓ પર ભાજપે કબજો જમાવી લીધો છે, પરંતુ ધારાસભ્ય કાંધલ જાડેજાના કામકાજથી ભાજપને મુશ્કેલીઓ નડી રહી છે.
કુતિયાણામાં બન્ને પક્ષોના ઉમેદવારો 24 બેઠકો પર આમને સામને છે. પોરબંદર જિલ્લામાંથી ઉલટફેરના આંકડા સામે આવ્યા છે. અહીં ભાજપ અને સામાજવાદી પાર્ટીની ટક્કરની વચ્ચે ટાઇ પડી ગઇ છે.
મળતી માહિતી પ્રમાણે, કુતિયાણા નગરપાલિકામાં ટાઈ પડી છે. કુતિયાણામાં ભાજપ અને સમાજવાદી પાર્ટીને 10-10 બેઠક મળી છે. કુતિયાણા વોર્ડ-5માં આખી પેનલ પર સમાજવાદી પાર્ટીનો વિજય થયો છે.












Click it and Unblock the Notifications
