For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના ગામોમાં વર્ષ 2022ના અંત સુધી ખેતી માટે દિવસે પણ મળશે વિજળી

ગુજરાત(Gujarat)ના બધા 18,000 ગામોના ખેડૂતો(Farmers)ને વર્ષ 2022ના અંત સુધી કૃષિ માટે દિવસના સમયે પણ વિજળી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાત(Gujarat)ના બધા 18,000 ગામોના ખેડૂતો(Farmers)ને વર્ષ 2022ના અંત સુધી કૃષિ માટે દિવસના સમયે પણ વિજળી ઉપલબ્ધ કરાવવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી(CM Vijay Rupani)એ ગુરુવારે આની જાહેરાત કરી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ કે રાજ્યની ભાજપ સરકારે ખેડૂત સૂર્યોદય યોજના માટે જરૂરી પાયાગત ઢાંચો બનાવવામાં મદદ માટે 3500 કરોડ રૂપિયા ફાળવ્યા છે.

vijay rupani

જિલ્લાના 39 ગામો માટે પરિયોજનાની શરૂઆત કરીને નર્મદાના તિલકવાડાની જનસભાને સંબોધિત કરીને તેમણે આ માહિતી આપી. ગયા વર્ષે ઓક્ટોબરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (narendra modi)એ આ યોજના શરૂ કરી હતી જેનો ઉદ્દેશ આખા રાજ્યના ખેડૂતોને સિંચાઈ અને ખેતી માટે દિવસના સમયે પણ વિજળી આપવાનો હતો. વિવિધ જિલ્લાઓના ગામોને તબક્કાવાર રીતે આ યોજનામાં શામેલ કરવામાં આવી રહ્યા છે.

મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યુ કે, 'ખેડૂતોની માંગ હતી કે તેમને દિવસના સમયે ખેતી માટે વીજળી પૂરી પાડવામાં આવે કારણકે પાકની સિંચાઈ કરવા માટે રાતે ખેતરમાં જવુ ખતરનાક હોય છે. આ જ કારણ છે કે અમે આ યોજના માટે 3500 કરોડ રૂપિયાનુ બજેટ મંજૂર કર્યુ છે.' તેમણે કહ્યુ કે તેમની સરકારનુ લક્ષ્ય 20 જાન્યુઆરી સુધી 4000 ગામોને દિવસના સમયે પણ કૃષિ ઉદ્દેશો માટે વિજળી પૂરી પાડવાનુ છે અને વર્ષ 2022ના અંત સુધી બધા 18,000 ગામોમાં વીજળી પહોંચાડવાનુ છે.

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યુ કે, 'હવે ખેડૂતો દિવસે કામ કરી શકે છે અને રાતે આરામ કરી શકે છે. કોંગ્રેસ શાસનની વિરુદ્ધ ગુજરાતમાં ભાજપની સરકાર ખેડૂતોની સરકાર છે.' તેમણે આરોપ લગાવ્યો કે ગુજરાતમાં 25 વર્ષ પગેલા કોંગ્રેસના શાસન દરમિયાન અમુક પ્રદર્શનકારી ખેડૂતોની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ગુજરાતના ઉર્જા મંત્રી સૌરભ પટેલે આ પ્રસંગે જણાવ્યુ કે રાજ્ય સરકાર ખેતી માટે સસ્તી વિજળી આપીને આ વર્ષે 7500 કરોડ રૂપિયાની સબસિડી આપશે. લાંબા સમયથી અમે ખેડૂતો માટે વિજળીના દરોમાં વધારો કર્યો નથી. જો કે પડતર વધી રહી છે, અમે માત્ર 60 રૂપિયા પ્રતિ યુનિટના દરે શુલ્ક રાખ્યુ છે.

પહેલા પીએમ મોદી લગાવશે કોરોના વેક્સીન, પછી અમે લઈશુ તેનો ડોઝપહેલા પીએમ મોદી લગાવશે કોરોના વેક્સીન, પછી અમે લઈશુ તેનો ડોઝ

English summary
The villages of Gujarat will also get electricity for agriculture till the end of the year 2022.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X