For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ જાહેરાત, ખેડૂતો અને ખેલૈયાઓની મુશ્કેલી વધારશે

|
Google Oneindia Gujarati News

હવામાન ખાતાએ આવનારા 48 કલાકમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે તેવી જાણકારી સોમવારે આપી હતી. એટલું જ નહીં ગુજરાતમાં આસોમાં અષાઢી માહોલ સર્જાતા ગુજરાતભરના ખેડૂતોને લોહીના આંસુએ રડવાનો વારો આવ્યો છે. અનેક ખેડૂતોના ઊભો પાક પાણીમાં ગરકાવ થઇ ગયો છે.

ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીંભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

તો બીજી તરફ નવરાત્રીમાં પણ વરસાદે તહેવારની મજા બગાડી છે. જો કે અનેક જગ્યાએ ખેલૈયાઓ વરસાદમાં પણ રમ્યા તો કેટલીક જગ્યાએ એટલો વરસાદ થયો કે નવરાત્રીનું ગ્રાઉન્ડ તળાવ બની ગયું. ભારે વરસાદે નવરાત્રીના આયોજકોને પણ એક્ટ્રા ખર્ચો કરીને નવા ટેન્ટ બાંધવા મજબૂર કર્યા છે. ત્યારે વરસાદે ગુજરાતમાં ક્યાં રેલમછેલ કરી છે અને કેવી રીતે ખેડૂતો અને ખૈલેયાઓની મુશ્કેલી વધારી છે જાણો અહીં....

નદી અને ડેમ છલકાઇ ઉઠ્યા

નદી અને ડેમ છલકાઇ ઉઠ્યા

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી જે રીતે ચોમાસાએ જમાવટ કરી છે તેના પગલે સુરત,ભાવનગર, બોટાદ, અમરેલી, બાબરા, અરવલ્લી સહિતના ઘણા સ્થળોએ નદીઓ અને ડેમ છલકાઈ ગયા છે અને ઠેર ઠેર પાણી ભરાઇ ગયા છે.

સુરતમાં વરસાદે ભારે કરી!

સુરતમાં વરસાદે ભારે કરી!

સુરતમાં આજે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સુરતમાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો.જેને લઈને લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. ભારે વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.તેમજ દૂધવાળાઓ-છાપા નાખવા આવતા ફેરીયાઓએ હાલાકી ભોગવવી પડી હતી. જિલ્લા શિક્ષણાધિકારીએ જે વિસ્તારમાં પાણી ભરાયા છે ત્યાં રજા જાહેર કરવાની સૂચના આપી છે. જો કે ગત રાતે પણ અનેક જગ્યાએ વરસાદે નવરાત્રી બગાડી હતી.

જૂનાગઢ

જૂનાગઢ

જૂનાગઢના માળિયા હાટિનામાં આજે પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. વહેલી સવારથી માળિયા હાટિનામાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. તેમજ ગત રાતે પણ વરસાદ વરસ્યો હતો.

બોટાદમાં 4 ઇંચ વરસાદ

બોટાદમાં 4 ઇંચ વરસાદ

બોટાદ જિલ્લામાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. ગઈકાલે બપોર બાદ બોટાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. અને અવિરત વરસાદ રહેતા છેલ્લા કેટલાક સમયથી જોવા મળતા બફારાની સ્થિતિમાંથી લોકોને રાહત મળી હતી. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં વરસાદ થતા લોકોને હાલાકી વેઠવી પડી છે. બોટાદના બરવાળા, રાણપુર તેમજ ગઢડામાં વરસાદી માહોલ છવાયો છે.

ભાવનગરમાં 1 ખેડૂતની મોત

ભાવનગરમાં 1 ખેડૂતની મોત

ભાવનગરના જેસરના રાણીગામે ભારે વરસાદે એક ખેડૂતનો ભોગ પણ લીધો છે. જેસરના રાણગામે ગઈકાલે સાંજે છ ઈંચ વરસાદ ખાબક્યો હતો.જેમાં કેટલાક પશુઓ અને એક ખેડૂત તણાયો હતો. આ ખેડૂતનો મૃતેદેહ મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યુ છે. ખેડૂતના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. ભાવનગરના જેસરના જડકલ ગામે આજે વહેલી સવારે એક ઈંચ વરસાદ વરસ્યો છે.

English summary
This weather report news can create trouble for farmer and Navratri festival. Read here more.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X