18 વર્ષમાં મેટ્રોનું કામ પૂર્ણ ન કરી શકનાર લાજવાના બદલે ગાજે છેઃ કોંગ્રેસ
દેશમાં શહેરી વિકાસ ખાસ કરીને શહેરી નાગરિકોને સુવિધા ઉપલબ્ધ થાય તે માટે જવાહરલાલ નેહરુ નેશનલ અર્બન રિન્યુઅલ મિશન (JNURM) કેન્દ્રની કોંગ્રેસ સરકારે યોજના લાગુ કરી હતી.
દેશમાં શહેરી વિકાસ ખાસ કરીને શહેરી નાગરિકોને સુવિધા ઉપલબ્ધ થાય તે માટે જવાહરલાલ નેહરુ નેશનલ અર્બન રિન્યુઅલ મિશન (JNURM) કેન્દ્રની કોંગ્રેસ સરકારે યોજના લાગુ કરી હતી. આ યોજના હેઠળ દેશમાં ૧૫૧૭ પ્રોજેક્ટ દસ વર્ષમાં મજુર કરવામાં આવ્યા. શહેરના નાગરીકોને વિવિધ સુવિધાઓ માટે દશ વર્ષ માં પાંચ લાખ કરોડ રૂપિયા વિવિધ શહેરમાં જુદા જુદા પ્રોજેક્ટમાં ફાળવવામાં આવ્યા જેમાંથી ગુજરાતને ૭૫થી વધુ વિવિધ પ્રોજેક્ટ માટે ૨૦ હજાર કરોડ થી વધુ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. બીઆરટીએસ, નવી બસો, ૧૦૮ એમ્બ્યુલન્સ, નવા બ્રીજ, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિતના પ્રોજેક્ટો માટે ગુજરાતને વિશેષ નાણાંની ફાળવણી કરવામાં આવી.

મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ તત્કાલીન યુપીએ સરકારના શાસનમાં મજુર કરવામાં આવ્યો હતો. હકીકતમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રીશ્રી જે તે સમયે ૨૦૦૪માં હોડીગ્સમાં મેટ્રો ટ્રેનના સપના દેખાડવામાં આવ્યા. સમગ્ર દેશમાં ગુજરાતના એક માત્ર એવું રાજ્ય જ્યાં મેટ્રો ટ્રેનને જમીન પર ઉતરતા અને કાર્યરત થતા ૧૮ વર્ષ જેટલો લાંબો અધધ સમય લાગ્યો. જેના કારણે મેટ્રો ટ્રેનની શરૂઆતની પ્રોજેક્ટ કોસ્ટ ૩૫૦૦ કરોડ જાહેર કરવામાં આવી હતી. તે પ્રોજેક્ટ કોસ્ટ આજે ચાર ગણા વધારા સાથે ૧૨૭૮૭ કરોડ જેટલી થઇ છે. પરંતું, હજુ પ્રોજેક્ટનું કામ પૂર્ણત થયું નથી.
ગુજરાતમાં મેટ્રો પ્રોજેક્ટમાં શરૂઆતથી જ ૪૫૦ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર સામે આવ્યો. મેટ્રો પ્રોજેક્ટની કામગીરી સંભાળતી કંપનીએ આઈએલ એન્ડ એફએસએ નાદારી નોધાવી. શહેરી નાગરીકોને મેટ્રો ટ્રેન- ઝડપી પરિવહન વ્યવસ્થા મળે તે આવકારદાયક બાબત છે. વર્ષ ૨૦૦૪માં જાહેરાત, ૨૦૦૭માં હોડીગ્સમાં, ૨૦૧૨ ખાતમુહૂર્ત, ૨૦૧૯માં વિશ્વની સૌથી ટૂંકી મેટ્રો ટ્રેન રૂટનું ઉદ્ઘાટન અને ફરી ૨૦૨૨માં બીજા એક રૂટનું ઉદ્ઘાટન, આ ચુંટણી લક્ષી નજારો હોવાના આક્ષેપ કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ કર્યા હતા.












Click it and Unblock the Notifications
