ભાવનગરઃ ડૉક્ટરને ઢોર માર મારી ધમકી આપનાર 3ની ધરપકડ
ભાવનગર જિલ્લાની એક પ્રાઇવેટ હોસ્પિટલના ડૉક્ટર પર હુમલો કરી તેને ધમકી આપવાની ઘટના પ્રકાશમાં આવી હતી. ડૉક્ટરે ઈમરજન્સી રૂમમાં પ્રવેશતા પહેલાં પગરખાં બહાર ઉતારવાનું કહેતાં ગુસ્સે ભરાયેલા 3 શખ્સોએ ડૉક્ટર પર હુમલો કરી દીધો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યા મુજબ શનિવારે શિહોરની શ્રેયા હોસ્પિટલના ડૉક્ટર પર હુમલો કરનાર ત્રણેય શખ્સની પોલીસે ધરપકડ કરી લીધી છે.

વધુમાં તેમણે જણાવ્યું, 12 સપ્ટેમ્બરે ત્રણેય આરોપી એક મહિલાને માથામાં ઈજા પહોંચી હોવાથી તેના ઈલાજ માટે હોસ્પિટલે આવ્યા હતા.
FIRમાં આપેલી નોંધ મુજબ "તેઓ ઈમરજન્સી રૂમમાં પ્રવેશ્યા ત્યારે ડૉક્ટરે તેમને ચપ્પલ બહાર ઉતારવા કહ્યું હતું, જેને લઈ આ ત્રણેય શખ્સોએ ઈમરજન્સી રૂમમાં ઉપસ્થિત ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યા."
આ શખ્સોએ ડૉક્ટર જયદિપસિંહ ગોહિલ (33) પર હુમલો કરી દીધો અને તેને ઈજા પહોંચાડી. ઉપરાંત તેમણે દવા અને રૂમમાં હાજર અન્ય સાધનસામગ્રીને પણ નુકસાન પહોંચાડ્યું હોવાનું અને ડૉક્ટરને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ એફઆઇઆરમાં નોંધવામાં આવ્યું છે.
પોલીસ અધિકારીએ જણાવ્યા મુજબ,ભારતીય દંડ સંહિતાની કલમ 115 (2) (કોઈ શખ્સને નુકસાન પહોંચાડવાની મંશાથી કરેલ કૃત્ય), 352 (જાણીજોઈ શાંતિ ડહોળવાનો પ્રયાસ), 351 (3) (ગુનાહિત ધાકધમકી) અંતર્ગત આરોપી હિરેન ડાંગર, ભવદીપ ડાંગર અને કૌશિક કુવાડિયા સામે કેસ નોંધી તેમની ધપકડ કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
