For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં ભાજપના ધારાસભ્યોમાં નારાજગી, વધુ ત્રણ ધારાસભ્યો મુખ્યમંત્રીને મળ્યા

વડોદરાના સાવલી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય કેતન ઇનામદારે કામના અભાવે અસંતોષ વ્યક્ત કરતા રાજીનામુ આપ્યું છે. જ્યારે કે આ બાબતે ત્રણ ધારાસભ્યો પણ રોષે ભરાયા છે.

|
Google Oneindia Gujarati News

વડોદરાના સાવલી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય કેતન ઇનામદારે કામના અભાવે અસંતોષ વ્યક્ત કરતા રાજીનામુ આપ્યું છે. જ્યારે કે આ બાબતે ત્રણ ધારાસભ્યો પણ રોષે ભરાયા છે. તેઓએ કહ્યું કે રાજ્ય સરકારના જીએનએફસી યુનિટમાં સ્થાનિક લોકોને નોકરી આપવામાં આવતી નથી અને અન્ય આક્ષેપો કરતા કહ્યું કે અહીં મોટા કૌંભાડો આચરવામાં આવે છે. તેમજ અહીં નુક્સાનકારક કચરો પણ સંગ્રહ કરવામાં આવી રહ્યો છે જેથી કહી શકાય કે અહીં ભોપાલ જેવી સ્થિતિ ઉભી થાઇ શકે છે. આ ધારાસભ્યોએ પણ સંસ્થાના મેનેજીંગ ડાયરેક્ટર પર નારાજગી વ્યક્ત કરી છે.

Vijay rupani

જોકે ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર બાદ દુષ્યંત પટેલ ઇશ્વર પટેલ અને અરૂણસિંહ રાણાએ મુખ્ય મંત્રીને મળ્યા હતા અને રાજ્ય સરકાર સંચાલિત કંપની જીએનએફસી પર કેટલાક આક્ષેપો કર્યા હતા. આ ધારાસભ્યોએ કહ્યું છે કે આ રાજ્ય સરકારની કંપનીમાં કૌભાંડો થઈ રહ્યા છે. આ એકમના નિયમ મુજબ 80 ટકા નોકરી સ્થાનિક લોકોને આપવામાં આવતી નથી. જાહેરમાં તેનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. સત્ય એ છે કે કંપનીની માર્કેટ કેપમાં 75 ટકાનો ઘટાડો થયો છે. વધુમાં ધારાસભ્યોએ એવી ફરીયાદ કરી છે કે જી.એન.એફ.સી પ્લોટમાં ટી.એન.ડી થી ભરપુર કચરો એકત્ર કરવામાં આવે છે. આવા કચરાથી આ વિસ્તારોમાં ભોપાલ જેવા અકસ્માતો થઇ શકે છે. જી.એન.એફ.સીના ડાયરેક્ટર મનસ્વી રીતે કામ કરે છે.આમ ભાજપના ત્રણ ધારાસભ્યોએ અધિકારીઓની કામગીરી સામે અવાજ ઉઠાવ્યા છે જે ચિંતાજનક છે.

English summary
Three more MLAs meet CM in Gujarat, angry at BJP MLAs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X