For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આમ આદમી પાર્ટીએ ખોલી ભાજપના જૂઠ્ઠાણાની પોલ, જાણો વિગતવાર

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ એક મહત્વના મુદ્દે મીડિયાને સંબોધતા જણાવ્યું કે, ભાજપ સરકાર વારંવાર લોકોની લાગણી સાથે રમત કરી રહી છે, સતત અલગ-અલગ વાયદાઓ કર્યા પછી તે બિલકુલ પુરા કર્યા નથી.

|
Google Oneindia Gujarati News

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ એક મહત્વના મુદ્દે મીડિયાને સંબોધતા જણાવ્યું કે, ભાજપ સરકાર વારંવાર લોકોની લાગણી સાથે રમત કરી રહી છે, સતત અલગ-અલગ વાયદાઓ કર્યા પછી તે બિલકુલ પુરા કર્યા નથી, પરંતુ તેનું શું થયું? તેનો પણ જવાબ ન આપ્યો.

ishudan

જેમ ભાજપ સરકારે કુપોષણ મુક્ત ગુજરાત બનાવવાની વાત કરી હતી, વર્ષ 2012માં આ વચન આપ્યું હતું, આજે 2022 ચાલી રહ્યું છે અને આજે પણ ગુજરાતમાં ત્રણ લાખથી વધુ કુપોષિત બાળકો છે. ગુજરાતમાં ભાજપ ગમે તેટલા વચનો આપે, તેનાથી વિપરીત જ કરે છે.

ભાજપે એક વખત આવી હાસ્યાસ્પદ વાત કહી હતી કે, નળમાંથી પેટ્રોલ આવે છે. આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં ઘણો ભ્રષ્ટાચાર છે અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પણ જણાવ્યું હતું છે કે, ઘણા સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચાર વ્યાપેલો છે.

તેનો સ્પષ્ટ અર્થ છે કે, તે વાતો અલગ કરે છે અને કામ અલગ કરે છે. ગુજરાત સરકાર પાસે 11000 કરોડનો કોઈ હિસાબ નથી, આ માત્ર એક ઉદાહરણ છે. ભાજપના શાસનમાં ભ્રષ્ટાચારના જે પણ આક્ષેપો થાય છે, તેની તપાસ પણ થતી નથી.

2017માં ભાજપે જણાવ્યું હતું કે, 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી થશે, પરંતુ આજે સ્થિતિ એવી છે કે ખેડૂતોની આવક બમણી થવાને બદલે તેમના ખર્ચમાં વધારો થયો છે. અને તેના કારણે ખેડૂતો ધીરે ધીરે પાયમાલ થઇ રહ્યા છે. ભાજપે જણાવ્યું હતું કે, 2022 સુધીમાં નર્મદાનું પાણી 18,45,000 હેક્ટર જમીન સુધી પહોંચી જશે. આ પણ શક્ય ન થયું. વર્ષ 2007માં નરેન્દ્ર મોદીએ કલ્પસરનું ભૂમિપૂજન કર્યું હતું, ત્યારબાદ 2012માં પણ ભૂમિપૂજન કર્યું હતું, પરંતુ આજે 2022માં પણ તે પ્રોજેક્ટમાં કોઈ કામ ન થવાને કારણે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ ગયો છે.

2013માં નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, તેઓ સ્વામીનાથન કમિટીના રિપોર્ટને લાગુ કરશે, પરંતુ 2014માં તેમની સરકાર બની, ત્યાર બાદ આજ સુધી 8 વર્ષમાં સ્વામીનાથન કમિટીના રિપોર્ટનો અમલ થયો નથી. નરેન્દ્ર મોદીજી એ પણ વચન આપ્યું હતું કે 2022 સુધી કોઈ ગુજરાતી ઝૂંપડપટ્ટીમાં નહીં રહે પરંતુ આજે ગુજરાતમાં એક કરોડથી વધુ લોકો ઝૂંપડપટ્ટીમાં રહે છે. આ સિવાય કે જી બેસિન માંથી ગેસ નીકળતો હોવાની ચર્ચા હતી પરંતુ આજે તેમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. ભાજપે વચન આપ્યું હતું કે દરેક મધ્યમ વર્ગ અને ગરીબ વ્યક્તિને આર્થિક રીતે સશક્ત બનાવવામાં આવશે પરંતુ આજે 4 નાગરિકોમાંથી 1 વ્યક્તિ BPLની શ્રેણીમાં આવે છે. આજે ગુજરાતમાં એક કરોડથી વધુ લોકો BPL ની શ્રેણીમાં આવે છે, તેથી હું ભાજપને પૂછું છું કે તમે અત્યાર સુધી શું કર્યું? અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે વિકાસયાત્રા જેવા કાર્યક્રમો કરીને તેઓ માત્ર લોકોને ગેરમાર્ગે દોરે છે, તે શરમજનક બાબત છે. જનતાના પૈસા થી વિકાસ યાત્રા જેવા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

બીજી તરફ પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે, જ્યાં સરકાર બન્યાના 3 મહિનાની અંદર આમ આદમી પાર્ટી એ વીજળી ફ્રી કરી દીધી. સરકાર એવી હોવી જોઈએ કે જે જલ્દી થી જલ્દી પોતાના વચન પૂર્ણ કરે અને જનતાની સેવા કરે.

ભાજપના લોકો કહે છે કે, અમે જે કહીએ છીએ તે કરીએ છીએ, તો હું ગુજરાતના યુવાનોને અપીલ કરવા માંગુ છું કે તમે ભાજપને સોશિયલ મીડિયા પર જવાબ આપો કે તેઓએ આજ સુધી કંઈ કર્યું નથી. જ્યારથી ભાજપ સત્તામાં આવ્યું છે ત્યારથી માત્ર ભાજપના નેતાઓ, અને ભાજપના કાર્યાલયનો જ વિકાસ થયો છે. આ મહત્વની પ્રેસ કોન્ફરન્સમાં ઈસુદાન ગઢવીની સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારી પણ હાજર રહ્યા હતા.

English summary
Thus the Aam Aadmi Party called the BJP a liar, stating this detail.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X