For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં વર્ષો બાદ દેખાયો હતો વાઘ, મહિસાગરના જંગલમાંથી મૃતદેહ મળી આવ્યો

ગુજરાતમાં વર્ષો બાદ દેખાયો હતો વાઘ, જંગલમાંથી મૃતદેહ મળ્યો

|
Google Oneindia Gujarati News

મધ્ય પ્રદેશથી 300 કિમીનો પ્રવાસ ખેડીને ગુજરાત આવેલા વાઘની સફર મંગળવારે પૂર્ણ થયો જ્યારે મહિસાગરના જંગલમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો. મધ્ય પ્રદેશ ફોરેસ્ટના અધિકારીઓએ ગુજરાતને લખ્યું હતું કે, "વાઘની સારસંભાળ રાખજો." સૂત્રો મુજબ એમપી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને માલુમ પડ્યું કે વાઘના શરીરમાં ઝેર પ્રસરી ગયું હતું.

tiger

મંગળવારે મહિસાગર જિલ્લામાં આવેલ જંગલોમાંથી વાઘનો મૃતદેહ મળી આવ્યો છે. ગુજરાતના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી મળેલી માહિતી મુજબ ગત અઠવાડિયે વાઘ જે જગ્યાએથી કેમેરામાં કેદ થયો હતો ત્યાંથી 12 કિમી દૂરથી તેનો મૃતદેહ મળી આવ્યો છે. ફોરેસ્ટ વિભાગના એડિશનલ ચિફ સેક્રેટરી રાજીવ ગુપ્તાએ કહ્યું કે, "અમને મળેલી પ્રાથમિક માહિતી મુજબ વાઘ બે-ત્રણ દિવસ પહેલા જ મૃત્યુ પામ્યો છે, જો કે વાઘના ચારેય પગ અને પંજામાં ક્યાંય ઘાવના નિશાન જોવા મળ્યાં નથી."

વધુમાં ગુપ્તાએ જણાવ્યું કે મૃત્યુનું કારણ જાણવા મૃતદેહને તપાસ માટે ફોરેન્સિક ડિપાર્ટમેન્ટમાં મોકલી આપવામાં આવ્યો છે. વિભાગને શંકા છે કે ઝેરને કારણે વાઘ મૃત્યુ પામ્યો હોય શકે છે. પરંતુ તે ફોરેન્સિક તપાસ પછી સ્પષ્ટ થઈ જશે. જણાવી દઈએ કે 5-7 વર્ષનો આ નર વાઘ મધ્ય પ્રદેશના રતપાણી ફોરેસ્ટમાંથી ગુજરાત આવ્યો હતો. 6 ફેબ્રુઆરીએ બોરિયા ગામ પાસે સ્કૂલ શિક્ષકે આમતેમ હરતા ફરતા વાઘની તસવીર ખેંચી હતી ત્યારે સૌકોઈને વાઘ ગુજરામાં જોવા મળ્યો હોવાની જાણ થઈ હતી.

આ પણ વાંચો- સુધરશે નહિ પાકિસ્તાન, 3 જગ્યાએ BAT રચી રહી છે હુમલાનું ષડયંત્ર

English summary
tiger found dead in mahisagar district after some day sighing in gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X