For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુધરશે નહિ પાકિસ્તાન, 3 જગ્યાએ BAT રચી રહી છે હુમલાનું ષડયંત્ર

સુધરશે નહિ પાકિસ્તાન, 3 જગ્યાએ BAT રચી રહી છે ષડયંત્ર

|
Google Oneindia Gujarati News

બાલાકોટમાં જૈશ એ મોહમ્મદના ઠેકાણા પર ભારતના હુમલાથી પાકિસ્તાન વેરવિખેર થઈ ગયું છે. પાકિસ્તાને PoKમાં એર ડિફેન્સ સિસ્ટમ, આર્ટિલરી અને મોર્ટાર તહેનાત કરી દીધા છે. સૂત્રો મુજબ BAT (બોર્ડર એક્શન ટીમ)નો આતંકી અને કમાંડોને કવ ફાયર આપવાનો પ્લાન બનાવી રહ્યું છે. જ્યારે રાજૌરીની સામે કવર ફાયર માટે 643 મુજાહિદ બટાલિયન તહેનાત કરી દીધા છે. આ ઉપરાંત પીઓકેમાં કવર ફાયર માટે 801, 701, 656 મુજાહિદ બટાલિયન તહેનાત કરી દેવામાં આવ્યા છે.

pakistani army

સૂત્રો મુજબ પાકિસ્તાની આર્મીએ આતંકવાદીઓ અને મુજાહિદ બટાલિયનની કેટલીય ટીમ પુંછ, રાજૌરી, ઉરી, મેંઢર, કૃષ્ણા ઘાટી અને બમ્મબ ગલીમાં તહેનાત કરી છે. PoKમાં ત્રણ જગ્યાએ BAT ટીમે પાકિસ્તાની આર્મીએ લગાવી છે. PoKમાં હાલના લીપા લૉન્ચ પેડ પર આતંકીઓ અને પાક આર્મીના એસએસજી કમાંડો જોવામાં આવ્યા. જેમની સાથે કેટલાક લશ્કર અને જૈશના આતંકી પણ હાજર છે. લીપા લૉન્ચ પેડ જમ્મુ અને કાશ્મીરના તંગધાર અને ઉરી સેક્ટરની સામે પડે છે.

મંગળવારે અને આજના LoC પર ભારતના આકરા એક્શન પર જમ્મુ અને કાશ્મીરના રાજૌરી સેક્ટરની સામે પોતાની FDLSમાં સેનાની હાજરી વધારી રહી છે. પાકિસ્તાને PoKમાં જમ્મુ અને કાશ્મીરના રાજૌરીની સામે એર ડિફેન્સ ગન, આર્ટિલરી અને 101 એમએમ મોર્ટાર તહેનાત કર્યા છે.

સૂત્રો મુજબ પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરના રાજૌરીની સામે LoC પર ફોરવર્ડ ડિફેન્સ લોકેશન 'જબ્બાર'માં કવ ફાયરિંગ આપવા માટે '642 મુજાહિદ બટાલિયન'ને પણ તહેનાત કરી છે. ગુપ્ત સૂત્રો મુજબ પીઓકેના પીર કાલંજર, ડોતિલ્લા, કેજી ટોપ પર કવર ફાયર માટે ક્રમશઃ 801, 701 અને 656 મુજાહિદ બટાલિયન તહેનાત કરી છે.

PoKમાં જમ્મુ અને કાશ્મીરના રાજૌરી અને પુંછ સેક્ટર સામે 4 મોટા લોકેશન છે. પાકિસ્તાની આર્મી અને આઈએસઈ અહીં પર કેટલીય જગ્યાએથી ફાયરિંગ પણ કરી રહ્યું છે. જણાવી દઈએ કે મંગળવારે 3.30 વાગ્યે ભારતે મોટી કાર્યવાહી કરતા પાકિસ્તાનના બાલાકોટમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણા પર હુમલો કર્યો. હુમલામાં 300 આતંકવાદીઓને ઠાર માર્યા હોવાની સંભાવના જતાવવામાં આવી છે. આ હુમલા બાદથી પાકિસ્તાન વેરવિખેર થઈ ગયું છે અને LoC પર સતત સીઝફાયરનો ઉલ્લંઘન કરી રહ્યું છે.

આ પણ વાંચો- પાકિસ્તાનને અમેરિકાએ પણ છોડ્યુ એકલુ કહ્યુ, 'આતંકવાદીઓ પર કાર્યવાહી કરો'

English summary
border action force of pakistan is planning to attack
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X