For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનને અમેરિકાએ પણ છોડ્યુ એકલુ કહ્યુ, ‘આતંકવાદીઓ પર કાર્યવાહી કરો'

પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક બાદ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને અમેરિકા પાસે અપેક્ષા હતી પરંતુ અમેરિકાના વિદેશ વિભાગ તરફથી આવેલા નિવેદને બધી આશાઓ પર પાણી ફેરવી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક બાદ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને અમેરિકા પાસે અપેક્ષા હતી પરંતુ અમેરિકાના વિદેશ વિભાગ તરફથી આવેલા નિવેદને બધી આશાઓ પર પાણી ફેરવી દીધુ છે. અમેરિકી વિદેશ વિભાગ તરફથી હવાઈ હુમલા બાદ નિવેદન જાહેર કરવામાં આવ્યુ છે. આ નિવદેનમાં અમેરિકાએ પાકિસ્તાનને ચેતવણી આપી છે કે તે પોતાની જમીન પર હાજર આતંકવાદી સંગઠનો પર કડક અને અર્થપૂર્ણ કાર્યવાહી કરે. 26 ફેબ્રુઆરીના રોજ ઈન્ડિયન એરફોર્સ તરફથી ખૈબર પખ્તુનખ્વાના બાલાકોટમાં જૈશ એ મોહમ્મદના કેમ્પો પર હવાઈ હુમલાને અંજામ આપવામાં આવ્યો છે.

પાકે લેવી પડશે એક્શન

પાકે લેવી પડશે એક્શન

અમેરિકી વિદેશ મંત્રી માઈક પોપેયો તરફથી હવાઈ હુમલા બાદ નિવેદન જાહેર કરવામાં આવ્યુ છે. આ નિવેદનમાં પોપેયોએ કહ્યુ છે, ‘અમેરિકા, ભારત અને પાકિસ્તાન બંનેને સંયમ જાળવવા અને દરેક પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારના તણાવથી બચવાનું કહેવા ઈચ્છે છે.' ત્યારબાદ તેમણે પોતાના નિવેદનમાં કહ્યુ છે, ‘પાકિસ્તાને પોતાની જમીન પર હાજર આતંકવાદીઓ સામે આકસ્મિક સ્થિતિની જેમ પહોંચી વળવુ પડશે.' પોપેયોએ આ સાથે જાણકારી આપી કે તે ભારત અને પાકિસ્તાન બંને દેશોના વિદેશ મંત્રીઓ સાથે બરાબર સંપર્ક જાળવી રાખ્યો છે. તેમણે બંને દેશોના વિદેશ મંત્રીઓને પણ પરસ્પર વાતચીત કરવાની સલાહ આપી છે. હુમલા બાદ પોપેયોએ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સાથે ફોન પર વાતચીત કરી હતી.

મંગળવારે થયા હવાઈ હુમલા

મંગળવારે થયા હવાઈ હુમલા

મંગળવારે ઈન્ડિયન એરફોર્સે જૈશના આતંકી કેમ્પો પર હવાઈ હુમલાને અંજામ આપ્યો હતો. જૈશની આ કાર્યવાહીમાં તેના બાલાકોટ સ્થિત ટ્રેનિંગ સેન્ટરને નિશાન બનાવવામાં આવ્યુ હતુ. આ હવાઈ હુમલા ‘ઠોસ ઈન્ટેલીજન્સ ઈનપુટ્સ' બાદ પૂરા કરવામાં આવ્યા હતા. ભારતને આ વાતની જાણકારી મળી હતી કે બાલાકોટમાં જૈશ પોતાના કેમ્પો પર ભારતમાં અને આતંકી હુમલાના ષડયંત્રમાં લાગેલુ છે. આઈએએફે જૈશના કેમ્પો પર મિરાજ 2000 ફાઈટર જેટ્સની મદદથી 1000 કિલોગ્રામના બોમ્બ ફેંક્યા હતા.

પુલવામા હુમલા પાછળ જૈશનો હાથ

પુલવામા હુમલા પાછળ જૈશનો હાથ

જૈશના જે કેમ્પો પર હુમલો થયો તે ગાઢ જંગલોમાં હતુ અને અહીં ચાલી રહેલા કેમ્પોમાં મોટી સંખ્યામાં આતંકી હાજર હતા. આ હુમલામાં જૈશ પ્રમુખ મૌલાના મસૂદ અઝહરનો સાળો અને તેના ભાઈનું મોત થયાના સમાચાર છે. 14 ફેબ્રુઆરીએ પુલવામામાં સીઆરપીએફ કાફલા પર જે આતંકી હુમલા થયા હતા તેની જવાબદારી જૈશે જ લીધી હતી.

આ પણ વાંચોઃ ચીનમાં સુષ્મા સ્વરાજ, 'વધુ એક હુમલાની તૈયારીમાં હતો જૈશ એટલે એરસ્ટ્રાઈક કરી'આ પણ વાંચોઃ ચીનમાં સુષ્મા સ્વરાજ, 'વધુ એક હુમલાની તૈયારીમાં હતો જૈશ એટલે એરસ્ટ્રાઈક કરી'

English summary
US has asked Pakistan to take meaningful action against terror groups after IAF air strike.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X