વડોદરાઃ 800 કિલો વિસ્ફોટક ભરેલી ટ્રક લાપતા
વડોદરા, 29 જૂનઃ વડોદરા જિલ્લામાં નેશનલ હાઇવે નંબર 8 પર મહારાષ્ટ્રના પૂણેથી સૌરાષ્ટ્ર-કચ્છ તરફ જઇ રહેલી વિસ્ફોટકોનો જથ્થો ભરેલી ટ્રક લાપતા થઇ હોવાના અહેવાલ છે. જેના પગલે જિલ્લાભરમાં હાઇ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર આ ટ્રક લાપતા થયાને એક અઠવાડિયા જેટલો સમય વિતી ગયો છે. બાદમાં ઘટનાની ગંભીરતા જાણતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ટ્રકની ભાળ મેળવવા માટે કરજણથી વડોદરા વચ્ચે આવેલા ટોલનાકા ખાતે લાગેલા સીસી ટીવી કેમેરાની પણ મદદ લેવામાં આવી રહી છે. ઉપરાંત પોલીસે આસપાસની ગ્રામ્ય પોલીસ, હાઇવે પોલીસ તથા મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોની પોલીસને હાઇ એલર્ટ પર મુકી દીધી છે.












Click it and Unblock the Notifications
