For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બે ISI એજન્ટ ઝડપ્યા

|
Google Oneindia Gujarati News

pakistan-isi-logo
અમદાવાદ, 14 ઑક્ટોબર : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને 15 દિવસની મહેનત બાદ આઇએસઆઇના એજન્ટને પકડી પાડવામાં સફળતા મળી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મળેલી માહિતીને આધારે આજે જમાલપુર વિસ્તારમાંથી આઇએસઆઇના બે એજન્ટોને પકડી પાડ્યા હતા. જેમના નામ સિરાજુદ્દીન અને મોહમ્મદ ઐયુબ છે. તેઓ અમદાવાદ અને ભૂજની આર્મી અંગે માહિતી પહોંચાડતા હતા. તેમની પાસે આર્મીની ગાડીઓના નંબર પણ હતી.

આ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું હતું કે તેમને 15 દિવસ પહેલા માહિતી મળી હતી કે આઇએસઆઇના એજન્ટ અમદાવાદમાં સક્રિય છે. આથી શંકાસ્પદ અને સંવેદનશીલ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ એજન્સી આઇએસઆઇના બે એજન્ટોની ધરપકડ બાદ કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે અમદાવાદમાં રહેતી બે વ્યક્તિઓ લગભગ 4 વર્ષ પહેલા પાકિસ્તાન ગઇ હતી. આઇએસઆઇ પાસેથી ટ્રેઇનિંગ મેળવ્યા બાદ તે અમદાવાદ પરત આવી હતી. ગુજરાતમાં પાછા ફર્યા બાદ તેઓ ભારતીય લશ્કરની માહિતી પાકિસ્તાનમાં પહોંચાડતા હતા.

તેઓ અમદાવાદ અને ભૂજની આર્મી અંગે માહિતી પહોંચાડતા હતા. તેમની પાસે આર્મીની ગાડીઓના નંબર પણ હતી. તેમને વેસ્ટર્ન યુનિયન મની ટ્રાન્સફર મારફતે નાણા પહોંચાડવામાં આવતા હતા. તેઓ કોડેક ભાષામાં વાત કરતા હતા. આર્મીની મૂવમેન્ટ અને કોડ ભાષા અંગેનું સાહિત્ય તેમની પાસેથી મળી આવ્યું છે.

ક્રાઇમ બ્રાન્ચ તેમની સઘન તપાસ કરી અન્ય કેટલા એજન્ટ છે તે જાણી તેમના સુધી પહોંચવાનો અને અન્ય કેટલીક મહત્વપૂર્ણ માહિતી મેળવવાનો પ્રયાસ કરશે.

English summary
Two ISI men held in Ahmedabad by Crime Branch.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X