For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવરાત્રી સ્પેશ્યલ: આ જગ્યાઓ પર પુરુષો સ્ત્રી બની કરે છે ગરબા!

|
Google Oneindia Gujarati News

નવરાત્રીનો ઉત્સવ એક આસ્થા અને શ્રદ્ઘાનો ઉત્સવ છે. જ્યાં માં અંબેના ભક્તો તેના ભજન અને ગરબા કરીને માંને પોતાની ભક્તિ સમર્પિત કરે છે. ત્યારે ગુજરાતમાં તેવી પણ કેટલીક જગ્યા છે જ્યાં પુરુષો સ્ત્રીઓનો વેશધારણ કરીને અનોખી રીતે માતાજીની ભક્તિ કરે છે. સ્ત્રીઓના વેશમાં પુરુષો ગરબા પણ લે છે. ત્યારે ગુજરાતના આ બે જગ્યાઓ કંઇ છે. તેનું શું મહત્વ છે અને કેમ ત્યાં પુરુષો સ્ત્રીના વેશમાં ગરબા કરે છે તેની તસવીરો સાથે વિસ્તૃત માહિતી મેળવો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

ગરબા આયોજકને વરસાદે કેટલા રૂપિયાનો ફટકો લગાવ્યો, જાણોગરબા આયોજકને વરસાદે કેટલા રૂપિયાનો ફટકો લગાવ્યો, જાણો

અમદાવાદ

અમદાવાદ

અમદાવાદના શાહપુરમાં દર વર્ષે અનોખી નવરાત્રી થાય છે. અહીંના પ્રસિદ્ધ મંદિર શ્રી સદુમાતાના ચોકમાં પુરુષો નવરાત્રીની સાત-આઠમના દિવસે સ્ત્રીઓનો વેશ ધારણ કરે છે. જેમાં તે સાડી પહેરી, હાથમાં બંગડી, ચાંદલો કરી સંપૂર્ણ પણે એક સ્ત્રીની જેમ સજી ધજીને માતાજીની પૂજા અર્ચના કરે છે. અને મોટી સંખ્યામાં પુરુષો દર વર્ષે અહીં આવે છે.

એક પરંપરા

એક પરંપરા

કહેવાય છે કે અહીં જ્યારે લોકો માનતા માને છે અને તે માનતા ફળે છે ત્યારે માનતા પૂરી કરવાના ભાગરૂપે તે આ રીતે સ્ત્રી વેશ ધારણ કરી ગરબા કરે છે.

માં સદુમાતા

માં સદુમાતા

નોંધનીય છે કે અનેક પુરુષો માં સદુમાતાના મંદિર તેમની વિવિધ માનતા લઇને આવે છે. અને તેમની માનતા પૂરી થતા જ તે સાતમ- આઠમના દિવસે આ રીતે વેશ ધારણ કરે છે. અને ગરબા રમે છે.

અંકલેશ્વર

અંકલેશ્વર

તો અંકલેશ્વર ખાતે પણ આદિવાસી સમાજ દ્વારા જોવા નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી સંસારિક જીવનનો ત્યાગ કરી પુરુષો માતાજીની ભક્તિ કરે છે. પુરૂષો જુદા જુદા જૂથ બનાવી સ્ત્રી વેશ ધારણ કરી ગલીએ ગલીએ ફરી પરંપરાગત ઘેર નુત્યની રજૂઆત કરે છે. છેલ્લા ઘણા સમયથી પરંપરા નાબુદ થવાની એરણે પહોંચી પણ અંકલેશ્વરના ચોર્યાસી ભાગોળ વિસ્તારમાં રહેતા આદિવાસી યુવાનોની એક મંડળી ઘેર નુત્યને બચવવા માટે પ્રયાસો કરી રહી છે. અને તે આસપાસના ગામડાઓમાં ફરી ઘેર નુત્ય રજુ કરે છે. તેમાંથી થતી આવક માતાજીના મંદિરના જીર્ણોધ્ધા માટે ઉપયોગ કરે છે.

English summary
Navratri Special : In this area of Gujarat males where woman attire and play navratri. Read the story of Ankleshwar and Ahmedabad here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X