રાજકોટમાં લાઉડ મ્યૂઝિક વગાડવા જેવી બાબતે છરીથી હુમલો
રાજકોટમાં લાઉડ મ્યૂઝિક વગાડવા જેવી બાબતે છરીથી હુમલો
રાજકોટઃ સૌરાષ્ટ્ર પંથકમાં રાજકોટ સૌથી ગુનાહિત શહેર તરીકે જાણીતુ શહેર છે. નાની એવી બાબતોમાં અવાર નવાર હત્યા, મારપીટ, ગુંડાગર્દી જેવા બનાવો આ શહેરમાં બનતા રહે છે. મંગળવારે રાત્રે પણ શહેરના ઈતિહાસને કલંક લગાવે તેવી જ એક ઘટના બની. રાજકોટના ઝુલેલાલ નગર વિસ્તારમાં મંગળવારે રાત્રે ઉંચા અવાજે ગીત વગાડવા જેવી બાબતે બે શખ્સો પર હુમલો થયો હતો. પોલીસે જણાવ્યા મુજબ આરોપીઓની ઓળખ મુસ્તાફા ખિયાણી અને ઈશુભા દલ તરીકે થઈ છે જેમણે કમલેશ નેભાણી (28) અને તેના પિતરાઈ ભાઈ વિજય નેભાણી (29) પર ચાકુ વડે હુમલો કર્યો હતો.

પ્રદ્યુમ્ન નગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે, "વિજયના ઘરની બાજુમાં પાર્ક કરેલી કારમાં બને ભાઈઓ ઉંચા અવાજે મ્યૂઝીક સાંભળી રહ્યા હતા, જેનાથી આરોપીઓને ગુસ્સે ભરાયા હતા. મ્યૂઝીકનો અવાજ ધીમો કરવાનું કહેવાને બદલે આરોપીઓ તેમની જોડે ઝઘડવા મંડ્યા અને છરી વડે બંને પર હુમલો કરી દીધો."
ઘટનાને પગલે કમલેશ નેભાણીના કાંડામાં છરી લાગી છે અને વિજય નેભાણીની પાંસળીમાં છરી ભોંકી દીધી હતી. બંને ભાઈઓને ઈજાગ્રસ્ત હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે બંને આરોપીઓ સામે કેસ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.












Click it and Unblock the Notifications
