ગીર સોમનાથમાં ભારેલો અગ્નિ, પોલિસનો ચાંપતો બંદોવસ્ત
સોમનાથના ઉનામાં વધુ એક વખત ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી હતી. ગઈકાલે સ્વતંત્રતા દિવસ પર ઉનામાં અસ્મિતા યાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં દલિતો જોડાયા હતા. જોકે આ યાત્રામાંથી વાહનો પરત ફરી રહ્યા હતા. તે સમયે કાંકરીચાળો થતા પથ્થરમારો થયો હતો. જેના કારણે સ્થિતિ વણસી હતી.
ઉનાના સામતેર નજીક પત્થરમારામાં છથી સાત ફોરવ્હીલ વાહનોના કાચ તોડવામાં આવ્યા. તો, કેટલાક બાઈકને આગ પણ ચાંપવામાં આવી છે. આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા છ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના બાદ ઉના શહેર અને આજુબાજુના 22 ગામડાઓમાં પરિસ્થિતિ તંગ બની છે.

પત્થરમારાની ઘટનાને લઈને આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. તેમ છતાં સામતેર, ધોકડવા અને રામેશ્વર ગામ અને ઉના શહેરમાં હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતી છે. અને 22 ગામના દલિતોએ તાત્કાલિક સુરક્ષાની માંગ કરી છે.












Click it and Unblock the Notifications
