ગુજરાતઃ હરામીનાળા પાસે બીનવારસી પાક બોટ મળી

સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, ગત રાત્રીએ અને આજે વહેલી સવારે જીએસએફની ટૂકડી દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. જે દરમિયાન તેમને કચ્છના અતિ સંવેદનશીલ વિસ્તાર તરીકે ગણાતા હરામીનાળા પાસે તેમને એક બોટ મળી આવી હતી. ટૂકડીએ ઔપચારિક તપાસ હાથ ધરતા તેમાં કોઇ મળી આવ્યું નહોતું અને બોટ પાકિસ્તાનની હોવાનું બહાર આવ્યું હતું. ત્યાર બાદ સઘન તપાસ હાથ ધરાઇ હતી પરંતુ તેમાંથી કોઇ શંકા ઉપજે તેવો સામાન કે વસ્તુઓ મળી આવી નહોતી. જો કે, બીજી તરફ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે બોટમાં આવેલા માછીમારો બોટ મુકીને ક્યાંક નાસી છૂટ્યા હશે, બની શકે કે કદાચ ઘુસણખોરો પણ હોઇ શકે છે, હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
અત્રે એ વાત નોંધનીય છે કે થોડા સમય પહેલા પોરબંદર કોસ્ટ ગાર્ડ દ્વારા ભારતીય જળસીમામાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. જે દરમિયાન એક પાકિસ્તાની બોટ ઘુસી આવી હતી. શરૂઆતમાં પૂછપરછ કરવામાં આવતા તેઓ હિન્દીમાં કંઇક અજુગતુ બોલી રહ્યાં હતા. જેથી કોસ્ટ ગાર્ડના જવાનોને શંકા જતા તેમણે તેમની આકરી પૂછપરછ કરી હતી. જેમાં તેઓ પાકિસ્તાનના હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ વધુ ઇન્ટ્રોગેશન માટે તેમને પોરબંદર લઇ જવામાં આવ્યાં હતા.












Click it and Unblock the Notifications
