હું નરેન્દ્રભાઇ નથી, માણસ છું, ભૂલો કરું છું : રાહુલ ગાંધી

Written By:
Subscribe to Oneindia News

ટ્વિટર પર ખોટા આંકડા આપી ટ્રોલ થયા પછી રાહુલ ગાંધીએ બુધવારે ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે હું મારા ભાજપના મિત્રોને જણાવવા માંગુ છું કે નરેન્દ્ર મોદી નથી. હું માણસ છું. અને ભૂલો કરીને જ સીખું છું. ભૂલો આપણા જીવનને રસપ્રદ બનાવે છે. તમે મારું ધ્યાન દોર્યું તે માટે આભાર અને આવનારા સમયમાં પણ આ રીતે કરતા રહેજો. જેના કારણે હું સચ્ચાઇને સુધારી શકું. આમ બીજી રીતે જોવા જઇએ તો ટ્વિટ કરીને ફસાયા પછી રાહુલ ગાંધીએ ભૂલને આ રીતે સ્વીકારી લોકોનું મન જીતવાનો કર્યો પ્રયાસ હતો.

Rahul Twit

નોંધનીય છે કે રાહુલ ગાંધી હાલ એક પછી એક સવાલ પુછીને મોદી પર પ્રહાર કરી રહ્યા હતા. પણ આમ કરવામાં ચક્કરમાં સાતમો સવાલ પૂછીને તે જાતે જ મુશ્કેલીમાં ફસાઇ ગયા હતા. સાતમાં સવાલ વખતે રાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યું હતું કે સિલેન્ડરની કિંમત 2014માં 414 રૂપિયા હતા. જે વર્ષ 2017માં તે વધીને 742 રૂપિયા થઇ ગઇ. જેમાં નવા અને જૂના ભાવમાં 79 ટકાનો ફરક છે. પણ ગ્રાફિકમાં 179 ટકા લખ્યું હતું. જે પછી સોશ્યલ મીડિયાએ રાહુલ ગાંધીને પોતાનું ગણિત સુધારવાનું કહ્યું હતું. આ મામલે રાહુલે ટ્વિટ કરીને આ રીતે જવાબ આપ્યો હતો.

English summary
unilke Narendranhai, i am human, i do mistakes: rahul gandhi on his tweet flub.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.