Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભાવનગર જિલ્લાની 186 શાળાઓ માટે ગ્રાન્ટ ફાળવી

ભાવનગર જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓમાં સુવિધા બળવત્તર બનાવવાનાં હેતુથી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ 9 કરોડ 30 લાખની ગ્રાન્ટ ફાળવી છે, જેથી સરકારી શાળાઓમાં ઓરડાઓ બાંધવામાં આવશે.

Mansukh Mandaviya

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સરકારી શાળાઓમાં ઉચ્ચ શિક્ષણ માટેના હમેશા હિમાયતી રહ્યા છે, ત્યારે મંત્રી મનસુખ માંડવિયા દ્વારા ભાવનગર જિલ્લામાં પાલિતાણા તાલુકાની 24 પ્રાથમિક શાળા માટે 1 કરોડ 20 લાખ, શિહોર તાલુકાની 17 પ્રાથમિક શાળા માટે 85 લાખ, તળાજા તાલુકાની 63 પ્રાથમિક શાળા માટે 3 કરોડ 15 લાખ, ગારીયાધાર તાલુકાની 6 પ્રાથમિક શાળા માટે 30 લાખ, ઉમરાળા તાલુકાની 60 પ્રાથમિક શાળા માટે 3 કરોડ, જેસર તાલુકાની 16 પ્રાથમિક શાળા માટે 80 લાખની ફાળવણી કરવામાં આવી છે, આમ 186 પ્રાથમિક શાળાઓમાં ઓરડાના બાંધકામ માટે 9 કરોડ 30 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા સરકારી શાળાઓમાં ઓરડાના બાંધકામ માટે ફાળવાયેલ ગ્રાન્ટ થકી શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રકચરમાં સુધારો થશે, તેમજ પ્રાથમિક સરકારી શાળાઓમાં ઓરડાની સંખ્યા વધવાથી શાળાઓમાં ભણતા બાળકોને વધુ સારી સુવિધા મળશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X