For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, 240 તાલુકાઓમાં વરસાદની તોફાની બેટીંગ

રાજ્યમાં લાંબા વિરામ બાદ વરસાદે ધમાકેદાર બેટીંગ શરૂ કરી છે. હવામાન વિભાગની આગાહી હતી કે, આગામી 24 જુલાઈથી 26 જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.

|
Google Oneindia Gujarati News

રાજ્યમાં લાંબા વિરામ બાદ વરસાદે ધમાકેદાર બેટીંગ શરૂ કરી છે. હવામાન વિભાગની આગાહી હતી કે, આગામી 24 જુલાઈથી 26 જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. હવે આ આગાહી સાચી પડી રહી છે. રાજ્યના દરેક વિસ્તારોમાંથી સારા વરસાદની સમાચાર મળી રહ્યા છે. આગાહી મુજબ વરસાદે તોફાની બેટીંગ શરૂ કરી છે.

સવારથી જ 88 તાલુકાઓમાં વરસાદ

સવારથી જ 88 તાલુકાઓમાં વરસાદ

ગુજરાતમાં આ વર્ષે દરેક વર્ષ કરતા મોડો અને ઓછો વરસાદ નોંધાયો હતો ત્યારે હવે વરસાદે આ ખોટ પુરી કરવાના સોગંદ ખાધી હોય એમ તોફાની બેટીંગ શરૂ કરી છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સતત વરસાદ વર્ષી રહ્યો છે. આ જે સવારે 88 તાલુકાઓમાંથી સારા વરસાદના સમાચાર મળી રહ્યા છે.

રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદનું તાંડવ

રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદનું તાંડવ

ગઈકાલે શરૂ થયા બાદ હવે રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાંથી વરસાદના સમાચાર છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. હવે મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની ખોટ પુરાઈ રહી છે. રાજ્યમા સારો વરસાદ થતા હવે ખેડુતોને સારા ઉત્પાદનની આશા છે.

અત્યારસુધીમાં સીઝનનો કુલ 30 ટકા વરસાદ

અત્યારસુધીમાં સીઝનનો કુલ 30 ટકા વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વરસાદે ધમાકેદાર બેટીંગ કરી છે. રાજ્યમાં ઘણા તાલુકાઓ એવા હતા જ્યાં સામાન્ય વરસાદ પણ નહોતો. આવા તાલુકાઓમાં ખેતીને નુકસાનનો ભય હતો. હવે વરસાદ થતા ચોમાસુ પાક બચી ગયો છે, એટલુ જ નહીં વરસાદના આંકડાઓ જોઈએ તો રાજ્યમાં સંતોષકારક વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યારસુધીમાં સિઝનનો 30 ટકા વરસાદ નોંધાયો છે. હજુ આગામી 5 દિવસ વરસાદની આગાહી છે ત્યારે આ આંકડો ક્યાં જઈને અટકે છે તે જોવાનું રહેશે. બીજી તરફ રાજ્યના કેટલાક તાલુકાઓમાં હજુ વરસાદની ઘટ છે.

આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી

આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી હતી કે, 24 જુલાઈથી 26 જુલાઈ સુધી રાજ્યનાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હતી, હવે હવામાન વિભાગે આ આગાહીને લંબાવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, 30 જુલાઈ સુધી રાજ્યમાં સારો વરસાદ નોંધાશે.

બંગાળના અખાતમાં લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનના કારણે વરસાદ

બંગાળના અખાતમાં લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનના કારણે વરસાદ

બંગાળના અખાતમાં લો પ્રેસર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં કડાકાભડાકા સાથે ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ખેડવા સુચના આપી છે. બીજી તરફ નિંચાણવાળા વિસ્તારોમાંથી લોકોને દુર જતા રહેવા પણ જણાવ્યું છે.

આ જિલ્લાઓમાં વરસાદની જમાવટ

આ જિલ્લાઓમાં વરસાદની જમાવટ

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સતત વરસાદ વરસી રહ્યો છે, આ જિલ્લાઓની વાત કરીએ તો સૌથી વધુ વરસાદ જૂનાગઢ, સુરેન્દ્રનગર, મહીસાગર, મહેસાણા, ડાંગ, તાપી, અરવલ્લી, પાટણ, અમદાવાદ, ખેડા અને સુરત જિલ્લાઓમાં નોંધાયો છે. સાબરકાંઠાના પ્રાંતિજમાં 5 ઇંચ, મહેસાણાના ઊંઝામાં 3.50 ઇંચ વરસાદ, વલસાડ જિલ્લાના વાપીમાં 2 ઇંચ, કપરાડામાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. આજે સવારથી જ રાજ્યના 88 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જૂનાગઢના માળિયામાં દોઢ ઈંચ, જામનગરના જામજોધપુર તાલુકામાં 3 કલાકમાં 10 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં કાલાવડમાં 6 ઇંચ, ધ્રોલ અને જોડિયા તાલુકામાં 3 ઇંચ, છોટાઉદેપુર તાલુકામાં 7.5 ઇંચ, કંવાટ તાલુકામાં 6.73 ઇંચ, વરસાદ નોંધાયો છે.

રાજ્યના જળાશયોમાં નવા નીરની આવક

રાજ્યના જળાશયોમાં નવા નીરની આવક

રાજ્યમાં વરસાદી માહોલ જામતા હવે ખાલી પડેલા જળાશયોમાં પાણીની આવક નોંધાઈ છે. રાજ્યના ઉકાઈ, દમણગંગા, વાત્રક, ગુહાઈ, માઝમ, મેશ્વો, હાથમતિ જળાશયોમાં નવાં નીરની આવક નોંધાઈ છે. ઉકાઈ ડેમમાં 0.95 ક્યુસેક, દમણગંગામાં 0.29 લાખ ક્યુસેક, મચ્છુમાં 0.044 લાખ ક્યુસેક, કડાણામાં 0.69 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ઉકાઈમાં 52.29 ટકા પાણીનો જથ્થો છે અને બીજી 0.83 ટકા પાણીની આવક નોંધાઈ છે.

English summary
Universal rainfall in the state, stormy batting of rainfall in 240 talukas
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X