પાટણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, 1 લાખ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર!
પાટણ જિલ્લામાં વરસાદની શરૂઆત થતા જ ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી હતી. જિલ્લામાં મેઘમહેર અને સાર્વત્રિક વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. પાટણ જિલ્લામાં આશરે એક લાખ હેક્ટરમાં વાવેતર થયું છે.
પાટણ જિલ્લામાં વરસાદની શરૂઆત થતા જ ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી હતી. જિલ્લામાં મેઘમહેર અને સાર્વત્રિક વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. પાટણ જિલ્લામાં આશરે એક લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેતીના પાકને ફાયદો થયો છે.

પાટણ જિલ્લામાં ખરીફ પાકમાં ખાસ કરીને ડાંગર, બાજરી, તુવેર, મગ, મઠ, અડદ, મગફળી, તલ, દિવેલા, પિયત કપાસ, ગુવાર, શાકભાજી, તેમજ ઘાસચારાનું નોંધપાત્ર વાવેતર થયુ છે. પાટણના સમી તાલુકામાં 21 હજાર હેક્ટર વાવેતર થયુ છે. પાટણ જિલ્લાના તમામ તાલુકામાં થયેલ વાવેતરની વાત કરીએ તો ચાણસ્મા તાલુકામાં 7717 હેક્ટર વાવેતર, હારીજમાં 5090 હેક્ટર, પાટણમાં 11 હજાર હેક્ટરમાં વાવેતર થયુ છે. રાધનપુર તાલુકામાં 10351 હેક્ટર વાવેતર નોંધાયુ છે. શંખેશ્વરમાં 16070 અને સિદ્ધપુરમાં 3830 હેક્ટર જમીનમાં ખેડૂતોએ ખરીફ પાકનું વાવેતર કર્યુ છે.
પાટણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે સમયસર વાવેતર કરાતાં સારા ચોમાસાની આશા બંધાઇ છે. ખેડૂતોને આશા છે કે, વરસાદ સારો રહેશે અને ખરીફ સિઝનની ખેતી સારી થતાં ખેડૂતોને ખરીફ સીઝનમાં સારી આવક થશે.












Click it and Unblock the Notifications
