આ મહિનાના અંતમાં માવઠા માટે તૈયાર રહો, જાણો નવી આગાહી

કમોસમી વરસાદના કહેર બાદ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તેમણે રાજ્યમાં ફરી કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, જેના કારણે ખેડૂતોને ફરી એકવાર પાકને નુકસાન થવાનો ભય સતાવી રહ્યો છે.

અંબાલાલ પટેલના અનુમાન મુજબ, નવેમ્બર મહિનાના અંતમાં માવઠું પડી શકે છે. ખાસ કરીને 28 નવેમ્બર આસપાસ કમોસમી વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનવાના કારણે રાજ્યના હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. અંબાલાલ પટેલના મતે 22 નવેમ્બરથી વાતાવરણ બદલાવાનું શરૂ થશે અને આકાશ વાદળછાયું રહેશે. ડિસેમ્બરની શરૂઆતમાં પણ ચક્રવાત સર્જાઈ શકે છે.

તેમણે 20, 21 અને 22 નવેમ્બર દરમિયાન વાતાવરણમાં ફેરફાર થવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. 18-19 નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં હળવું દબાણ સર્જાશે, જે ડિસેમ્બરમાં પણ માવઠાની શક્યતા ઊભી કરી શકે છે.

ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. રાજ્યના છ શહેરોમાં તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું છે. 10.9 ડિગ્રી સેલ્સિયસ સાથે દાહોદ સૌથી ઠંડું શહેર રહ્યું. હવામાન વિભાગે 25 નવેમ્બર પછી રાજ્યમાં ઠંડી વધવાની આગાહી કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X