ઊંચી જાતિના લોકોએ રોકી દલિત મહિલાની અર્થી, 12 પર નોંધાઇ FIR

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાતના પંચમહાલમાં દલિત મહિલાની અર્થી મામલે વિવાદ થતા પોલીસે 12 લોકો સમક્ષ એફઆઇઆર નોંધી છે. અને તેના અંતિમ સંસ્કાર પર પોલીસ પ્રોટેક્શન સાથે નીકળવામાં આવ્યું હતું. પંચમહાલ પાસે નાની પિંગળી ગામમાં ગત શનિવારે દરબાર સમુદાયના લોકોએ દલિત મહિલાના અર્થી જ્યારે પસાર થઇ રહી હતી ત્યારે તે વાતનો વિરોધ કર્યો હતો. તેમનું કહેવું હતું કે દલિત લોકો આ પારંપરિક રસ્તાથી પસાર થઇને શબ ના લઇ જશે. એટલું જ નહીં મૃત મહિલાના પુત્ર દિનેશની સાથે પણ હાજર દરબાર લોકોએ મારપીટ કરી હતી. જે બાદ દિનેશે પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે અંતિમ યાત્રાને પોલીસ સુરક્ષા આપી હતી. અને અંતિમ વિધિ પૂર્ણ કરાવી હતી. નોંધનીય છે કે આ ગામની દલિત મહિલા ગંગાનું શનિવારે હદય રોગના હુમલાના કારણે મોત થયું હતું.

funeral

જે બાદ વિધિ મુજબ તેમના અંતિમ સંસ્કાર કરવા માટે તેની અર્થીને સમશાન લઇ જવામાં આવી રહી હતી. ત્યારે જ દરબાર સમુદાયના લોકોએ અર્થીને રોકી હાજર લોકોની મારપીટ સમેત જાતિસૂચક શબ્દો બોલ્યા હતા. આ મામલે પોલીસે જે 12 લોકોની વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી છે તેમના કિરણસિંહ સોલંકી, દેવેન્દ્રસિંહ સોલંકી સમેત 10 લોકોના નામનો સમાવેશ થાય છે. આ લોકોની સામે શેડ્યૂઅલ કાસ્ટ એન્ડ શેડ્યૂલ ટ્રાઇબ્સ એક્ટ તથા આઇપીસીની ધારાઓ હેઠળ મામલો દાખલ કરવામાં આવ્યો છે. એસપીએ જણાવ્યું છે કે ઘટના બાદ દિનેશના ઘર પર પણ પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રવિવારે આ મામલો સોશ્યલ મીડિયામાં પણ ખૂબ વાયરલ થયો હતો.

English summary
Upper caste stopped the Dalit funeral procession in Gujarat Panchmahal. Police has registered FIR against 12 people.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.