પ્રવાસી ભારતીય સંમેલન પાસેથી યુપીને આશા

ગાંધીનગર, 7 જાન્યુઆરી: ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં 7 જાન્યુઆરી એટલે કે આજથી શરૂ થનાર પ્રવાસી ભારતીય સંમેલનમાં ઉત્તર પ્રદેશના શો વિંડો કહેવાતા નોઇડા, ગ્રેટર નોઇડા અને યમુના ઓથોરિટીએ પણ પોતાના સ્ટોલ લગાવ્યા છે. ત્રણ ઓથોરિટીની એક ટુકડી બુધવારે ગુજરાત પહોંચી જશે. તો બીજી તરફ ઓથોરિટીના કેટલાક અધિકારીઓ થોડા દિવસો પહેલાં ગુજરાત પહોંચી પોતાની તૈયારીમાં લાગી ગયા છે.

ગ્રેટર નોઇડા ઓથોરિટીએ ઉદ્યમીઓને ગ્રેટર નોઇડા ઓથોરિટીમાં રોકાણ કરવા માટે પોતાના સ્ટોલનું સંપૂર્ણ ફોક્સ ડીએમઆઇસી પ્રોજેક્ટ પર કરવામાં આવ્યું છે. ડીએમઆઇસી પ્રોજેક્ટ અંતગર્ત વસાવવામાં આવનાર ઇંટીગ્રેટિડ ઇન્ડ્રસ્ટિયલ ટાઉનશિપ, મલ્ટી મોડલ, ટ્રાંસપોર્ટ હબ, મલ્ટી મોડલ લોજેસ્ટિક હબ ઉપરાંત દાદરી-નોઇડા-ગાજિયાબાદ ઇનવેસ્ટમેંટ રિજનનો મોડલ સ્ટોલ પર લગાવવામાં આવ્યો છે. મોડલના માધ્યમથી ઉદ્યમીઓને જણાવવામાં આવશે કે અહી એશિયાના સૌથી મોટા કંટેનર ડેપો બનાવીને તૈયાર છે.

akhilesh-yadav

ઓથોરિટીએ ડીએમઆઇસીના આ પ્રોજેક્ટોને માટે 747 હેક્ટર જમીન અધિગ્રહણ કરીને ડીએમઆઇસીના નામે ટ્રાંસફર કરી રજિસ્ટ્રેશન કરી દિધું છે. બધી જમીન ડીએમઆઇસીના કબજામાં છે. તો બીજી તરફ યમુના ઓથોરિટીએ યમુના એક્સપ્રેસ-વેને પોતાનું વિકાસનું મોડલ બનાવ્યું છે. યમુના એક્સપ્રેસ-વે દિલ્હી, નોઇડાને જોડતાં સીધો આગરા સુધી બનાવવામાં આવ્યો છે. આનાથી આગળ લખનઉ સુધી આ પ્રકારે એક્સપ્રેસ-વેનું નિર્માણ શરૂ થઇ ગયું છે.

યમુના એક્સપ્રેસ-વેની બંને તરફ ઇંડસ્ટ્રી લગાવવાનો સારો ઓપ્શન છે. ગ્રેટર નોઇડા ઓથોરિટીએ શહેરના પહોળા રસ્તા અને અહીં પહેલાંથી જ ચાલી રહેલી કોરિયાઇ, જાપાની, અમેરિકન, જર્મન, કંપનીઓને પણ ફોક્સ કરવામાં આવી છે. ઓથોરિટી અધિકારીઓએ આશા વ્યક્ત કરી છે કે ગુજરાતમાં 7 થી 9 જાન્યુઆરી સુધી ચાલનાર આ સંમેલનમાં નોઇડા-ગ્રેટર નોઇડા અને યમુના ઓથોરિટી એરિયામાં જરૂર ઉદ્યોગપતિ આકર્ષિત થઇને રોકાણ કરવા માટે તૈયાર થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X