વડોદરામાં ભર દિવસે થયું એક મહિલા પર ફાયરીંગ

Subscribe to Oneindia News

વડોદરા શહેર ક્રાઈમનો રેશિયો વધતો જાય છે આજે વડોદરા શહેરમાં સત્યનારાયણ વસાહતમાં રહેતા રેશ્મા રાજભર નામની મહિલા પર જીતેન્દ્ર નામ ના ઇસમે દ્વારા ફાયરીંગ કરવામાં આવ્યું છે જીતેન્દ્ર ફાયરીંગ કરી ફરાર થઇ ગયો હતો અને મહિલાના પગના ભાગે ગોળી વાગતા તેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે હાલ મહિલાની તબિયત સ્થિર છે. મળતી માહિતી મુજબ વડોદરા શહેર ના ન્યુ વી.આઇ પી રોડ ખાતે આવેલી સત્યનારાયણ વસાહત માં રહેતા રેશ્મા રાજભર પર જીતેન્દ્ર નામ ના ઇસમે ફાયરીંગ કર્યું છે. જીતેન્દ્ર ફાયરીંગ કરી ફરાર થઇ ગયો હતો. અને મહિલાને પગ ના ભાગે ગોળી વાગતા સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.

firing

સ્થાનિકોએ મહિલાને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. સુત્રો પાસેથી માહિતી મુજબ રેશ્મા રાજભર ના છુટાછેડાના પાંચ વર્ષ થઇ ગયા હતા. અને ત્યારબાદ રેશ્મા રાજભર અંકલેશ્વર ખાતે એક ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી રેશમાની સાથે કંપનીમાં જીતેન્દ્ર પણ નોકરી કરતો હતો અને બંન્ને વચ્ચે પ્રેમસંબધ હતો જોકે જીતેન્દ્ર અને રેશ્માબહેન વચ્ચે ઝગડો થતા રેશ્મા પોતાના પિતા ના ઘરે વડોદરા આવી જતા આજે આજે સવારે કોઈ બહાને જીતેન્દ્ર ત્યાં આવ્યો હતો અને રેશમા પર ફાયરીંગ કરી ને ફરાર થઇ ગયો હતો. જોકે ઘટનાના લઇને ક્રાઇમ બ્રાન્ચ સહીતની ટીમ ઘટના સ્થળે દોડી આવી ફરિયાદ નોંધી હતી. જીતેન્દ્રને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

English summary
Vadodara : Because of love affair, man try to shoot her lover
Please Wait while comments are loading...